Western Times News

Gujarati News

બાળકના ગળામાં સિંગદાણો ફસાયો: 1 કલાક ઓપરેશન બાદ બહાર કઢાયો

(એજન્સી)સુરત, સુરતમાં વધુ એક વખત વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉચ્છલમાં રહેતો ૫ વર્ષીય બાળક સિંગદાણો ખાઈ રહ્યો હતો આ દરમ્યાન સિંગદાણો ગળામાં ફસાઈ ગયો હતો જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરતમાં વધુ એક વખત વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. nut stuck in child’s throat: Removed after 1 hour of operation

ઉચ્છલમાં રહેતો ૫ વર્ષીય બાળક સિંગદાણો ખાઈ રહ્યો હતો આ દરમ્યાન સિંગદાણો ગળામાં ફસાઈ ગયો હતો જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં બાળકનું ઓપરેશન કરીને સીંગદાણો બહાર કાઢવામાં આવ્યો હતો. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉચ્છલમાં અશ્વિનભાઈ લાલસિંહ માવચી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

અશ્વિનભાઈનો ૫ વર્ષીય દીકરો આરુષ સિંગદાણા ખાઈ રહ્યો હતો તે દરમ્યાન એક સિંગદાણો તેના ગળામાં ફસાઈ ગયો હતો જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ હતી. બાળકના પરિવારજનો તેને વ્યારા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા પરંતુ હાલત નાજુક થતી નજરે પડતાં ત્યાંથી વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં તબીબોએ બાળકના સ્વસ્થ્યની તપાસ કરતા સિંગદાણો શ્વાસ નળીમાં ફસાયો હોવાનું જણાઈ આવ્યું હતું જેથી તબીબોએ અંદાજીત ૧ કલાકના ઓપરેશન પછી સિંગદાણો બહાર કાઢી લીધો હતો હાલ બાળકની સ્થિતિમાં સુધારો હોવાથી પરિવારે હાશકારો અનુભવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.