ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ગઠિયાએ 5.85 લાખ ટ્રાન્સફર કરાવ્યા
ગઠિયાએ યુવતી પાસેથી ટુકડે ટુકડે રૂા. ૫.૮૫ લાખ ટ્રાન્સફર કરાવ્યા
(એજન્સી)અમદાવાદ, વસ્ત્રાપુરમાં રહેતી યુવતીને સાયબર ગઠિયાએ ફોન કરીને પોલીસ અધિકારીની ઓળખ આપીને ડ્રગ્સ તેમજ મની લોન્ડ્રીંગના કેસમાં ફસાવવાની ધમકી આપીને રૂપિયા પડાવી લીધા છે. તમે મુંબઇથી તાઇવાન ખાતે પાર્સલ મોકલ્યુ છે. જેમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. જેનો કેશ મુંબઇ એનસીબી વિભાગમાં ટ્રાન્સફર કર્યો છે. તેમ કરીને ગઠિયાએ યુવતી પાસેથી ટુકડે ટુકડે રૂપિયા ૫ લાખ ૮૫ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતાં.
આંબાવાડી વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય નલીનકાંત મહેતા જે નિવૃત્ત જીવન ગુજારે છે. તેમની પુત્રી રિધ્ધીના લગ્ન વસ્ત્રાપુર ખાતે થયાં છે. જે મુંબઇની એક ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. મંગળવારે બપોરના સમયે રિધ્ધીને ફિડેક્સ કુરીયરમાંથી મોહનકુમાર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે, રિધ્ધીના નામથી કોઈ વ્યક્તિએ મુંબઈથી તાઈવાન ખાતે પાર્સલ મોકલ્યું છે. જેમાં ડ્રગ્સ મળી આવ્યુ છે. ડ્રગ્સવાળુ પાર્સલ મુંબઈ કસ્ટમ ડિપાર્ટમેન્ટે પકડ્યુ છે. જેનો કેસ મુંબઈ એનસીબી વિભાગમાં ફરજ બજાવતા પ્રદિપ સાવંતે ટ્રાન્સફર કરેલ છે.
બાદમાં આ શખ્સે રિધ્ધીને પોલીસ તરીકેના આઈડીપ્રુફ મોકલી આપ્યા હતા સાથે જ ડ્રગ્સ અને મનીલોન્ડ્રીંગના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. બેંકના એકાઉન્ટ નંબર મોકલી આપીને ખોટા કેસમાં ફસાવે નહીં તે માટે નાણાની માંગણી કરી હતી. જેથી યુવતીએ ટુકડે ટુકડે આ ગઠિયાને રૂપિયા ૫ લાખ ૮૫ હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતાં.
જાેકે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ ફરિયાદીને કરતા ફરિયાદીએ ગઠિયાએ આપેલા આઇડી પ્રુફ અને લેટરની તપાસ કરાવતા આ દસ્તાવેજાે બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.