ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સતામંડળ દ્વારા દિવાળીએ નવું નજરાણું
બૌડા દ્વારા ૬.૫ કરોડના ખર્ચે નવનિર્મિત માતરિયા લેક ગાર્ડનનું કલેકટરની ઉપસ્થિતિમાં ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેરમાં વિકાસ ની સાથે વધતી જતી વસ્તીના કારણે સિમેન્ટના જંગલોની વચ્ચે મુખ્ય માર્ગો પર દોડતા વાહનોના ઘોઘાટ થી રાહત નો શ્વાસ લેવા માટે એક ઉત્તમ સ્થળ એટલે શહેર ની વચ્ચે આવેલું માતરિયા તળાવને સહુ કોઈ ની મનગમતું સ્થળ બની રહ્યું છે.આ તળાવ શહેરને મીઠું પાણી સાથે ફરવા માટે નું એક આકર્ષણ કેન્દ્ર બિંદુ બન્યું છે.
જેને વિકસાવાનું પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા પોતાના સમય કાળ દરમ્યાન ભરૂચ શહેર ની જનતાને એક સુંદર અને સુશોભિત જગ્યા જ્યાં શહેરની જનતા શાંતિની પળ માણી શકે તેવા આશય થી માતરિયા તળાવને વિકસાવની નેમ સાથે વર્તમાન જીલ્લા કલેકટર તુસાર સુમેરા સાથે ચર્ચા કરી કાર્યની શરૂઆત કરાવી હતી.
જે બાદ માતરિયાના બગીચો,તળાવ વચ્ચે ફુવારા સહિતની સુવિધા કરવામાં આવી છે.ત્યારે આજરોજ ફરી એક વખત ભરૂચ શહેરની જનતા ને સામે દિવાળીએ ધનતેરસ દિવસે નવું નજરાણું મળ્યું છે.આ માતરિયા તળાવ ખાતે ૬.૫ કરોડના ખર્ચે તળાવના ફરતે બાગનું નિર્માણ,લાટિંગ,કોલોનેડ થીમને આધારીત ગુજરાતનો સૌથી વિશાળ પ્રવેશ દ્વારા અને ડ્ઢસ્ઠ ટેકનોલોજીથી સજ્જ કનસીલ્ડ લાઇટિંગ,યોગા ગાર્ડન,આર્ટ ગેલેરી,ભરૂચની ગાથા દર્શાવતું મ્યુઝીમ,ત્રણ નવા વ્યુ પોઈન્ટ,
સહિતની સુવિધા થી સજ્જ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર ની અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવા માં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભાજપ મહામંત્રી નિરલ પટેલ,નગર પાલિકા ચીફ ઓફીસર હરીશ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ,જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ બૌડાના અધિકારીઓ અને નગરપાલિકાના સભ્યો,હોદ્દેદારો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.