સંસદ હુમલાની ૧૮મી વરસી પર વડાપ્રધાને શહીદોને શ્રધ્ધાંજલિ આપી
નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવંદે આજે તે લોકોને શ્રધ્ધાંજલિ આપી જેમણે ૨૦૦૧માં સસદ પર થયેલ હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા હતાં. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી લખ્યું એક કૃતાર્થ રાષ્ટ્ર ૨૦૦૧માં આ દિવસે આતંકવાદીઓથીસંસદનો બચાવ કરતા પોતાના પ્રાણોની આહૂતિ આપનાર શહીદોના અનુકરણીય શૌર્ય અને સાહસને સલામ કરે છે.અમે અમારા તમામ રૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદને હરાવવા અને ખતમ કરવાના પોતાના સંકલ્પને લઇ દ્ઢ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય સાંસદોની સાથે મળી ૨૦૦૧માં થયેલ સંસદ હુમલામાં પોતાના જીવ ગુમાવનાર શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી સંસદના અનેક સભ્યોએ તે લોકોને યાદ કરતા ટ્વીટ કર્યું છે જે આ આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતાં.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વિટર પર લખ્યું હું તે બહાદુરોને શ્રધ્ધાંજલિ આપુ છું જેમણે ૨૦૦૧માં આ દિવસે એક નૃશંસ આતંકવાદી હુમલાની વિરૂધ્ધ અમારી સંસદનો બહાદુરીથી બચાવ કરતા પોતાના પ્રાણોનું બલીદાન આપ્યું હતું. ન્યુ ઇÂન્ડયા હંમેશા તેમની નિસ્વાર્થતા,દ્ઢતા અને સાહસ માટે તેમનું રૂણી રહેશે આ ઉપરાંત દિલ્હીથી ભાજપના સાંસદ મનોજ તિવારીએ પણ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી છે
એ યાદ રહે કે ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ એબેસેડર કારમાં સવાર થઇ આતંકવાદીઓએ ૪૫ મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો. જેમાં ૧૪ લોકોના મોત નિપજયા હતાં જેમાં દિલ્હી પોલીસના પાંચ કર્મચારીઓ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની એક મહિલા અધિકારી સંસદ ભવનના બે વોચ અને વોર્ડ કર્મચારી એક માળી અને એક કેમેરામેન સામેલ હતાં.
જે સમયે આ ધટના બની હતી તે સમયે સંસદ ચાલી રહી હતી અને કાર્યવાહી ૪૦ મિનિટ માટે સ્થગિત થઇ હતી. સંસદની અંદર લગભગ ૧૦૦ સભ્યો હાજર હતાં. તે સમયના ગૃહમંત્રી એલ કે અડવાણી અને રક્ષા મંત્રી જાર્જ ફર્નાન્ડીઝ અન્ય મંત્રીઓની સાથે લોકસભામાં હાજર હતાં. આ હુમલાની જવાબદારી લશ્કર એ તોઇબા અને જૈશ એ મોહમ્મદે લીધી હતી.