Western Times News

Gujarati News

નિર્ભયા ગેંગરેપ: પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલાઈ

નવીદિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે. એડિશનલ સેશન જજ સતીશ કુમાર અરોરાએ કહ્યું છે કે, મને સુપ્રીમ કોર્ટમાંથી માહિતી મળી છે કે, અક્ષયની પુનઃવિચાર અરજી સ્વીકારી લેવામાં આવી છે અને આ વિશે ૧૭ ડિસેમ્બરે સુનાવણી થવાની છે. તેથી આજની સુનાવણીને પાછી ઠેલવામાં આવે છે. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈશું.

પટિયાલા હાઉસ કોર્ટમાં સવારે ૧૦ વાગે સુનાવણી શરૂ થઈ હતી. આ દરમિયાન ચારેય આરોપીઓ તિહાર જેલમાં જ હતા પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આજે સુનાવણી સમયે નિર્ભયના માતા-પિતા અને તેમના વકીલ કોર્ટમાં હાજર હતા. ગઈ સુનાવણી દરમિયાન નિર્ભયાના માતા કોર્ટમાં રડવા લાગ્યા હતા. રડતા રડતાં નિર્ભયાના માતા આશા દેવીએ સવાલ કર્યો હતો કે, ખબર નહીં આરોપીઓને ફાંસી ક્યારે આપવામાં આવશે.

૧૬ ડિસેમ્બરે નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ હવે એક વાત તો સ્પષ્ટ જ છે કે, નિર્ભયાના એક આરોપીને હવે ૧૭ ડિસેમ્બર સુધી ફાંસી આપવામાં નહીં આવે. નિર્ભયાના એક આરોપી અક્ષય કુમાર સિંહે તેની ફાંસી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર અરજી દાખલ કરી હતી.

અક્ષયની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ૧૮ ડિેસમ્બરે સુનાવણી થવાની છે. નોંધનીય છે કે, હૈદરાબાદ ગેંગરેપ પછી નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની માંગણીએ જોર પકડ્‌યું છે. નિર્ભયાના માતાએ જણાવ્યુ હતું કે આશા છે કે ૧૮ તારીખે ડેથ તારીખ નક્કી થશે ૧૭મીની સુનાવણી અંગે જણાવ્યું હતું તેમણે જે દલીલી કરી છે તે મહત્વની અને તે રદ થશે તેમણે જણાવ્યું હતું કે ૧૮મી સુનાવણી આખરી સુનાવણી થશે તેવી મને આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.