Western Times News

Gujarati News

નૂતન વર્ષે શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યના મહત્વને સમજીએ અને સમૃદ્ધિ તરફ ડગ માંડીએ: રાજ્યપાલ

દિવાળી અને નૂતન વર્ષે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભકામનાઓ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે શુભેચ્છાઓ આપતાં કહ્યું છે કે, નૂતન વર્ષના આરંભે આપણે શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યનું મહત્વ સમજીએ અને નવી શરૂઆત તરફ આગળ વધીએ.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, શિક્ષણ આપણને જ્ઞાન અને સર્જનશીલતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડે છે. શિક્ષણથી વિચારો અને સમજણ કેળવાય છે, જે સમૃદ્ધિની દિશા તરફ દોરી જાય છે.

સંસ્કાર આપણા આચાર અને વિચારને મૂલ્યવાન બનાવે છે. સંસ્કારથી જ સમાજમાં સામંજસ્ય અને સહયોગની ભાવના બળવત્તર બને છે, જે સમૃદ્ધિનું સર્જન કરે છે.

સ્વસ્થ જીવનશૈલી, નિયમિત વ્યાયામ અને યોગ્ય-સાત્વિક-શુદ્ધ અને સંયમિત આહારથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, જેનાથી કાર્યક્ષમતામાં વધારો થાય છે અને સમૃદ્ધિ તરફ આગળ વધી શકાય છે. સારા સ્વાસ્થ્યથી જ સમૃદ્ધિ અને સફળતાની સંભાવના સર્જાય છે.

શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્ય જ સમૃદ્ધિની આધારશીલા છે. દિવાળી અને નૂતન વર્ષના આ પવિત્ર પર્વે આવો, આપણે શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યના મહત્વને સમજીએ અને સફળતા-સમૃધ્ધિની નવી ક્ષિતિજો તરફ ડગ માંડીએ.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌને  દિવાળી-નૂતન વર્ષના અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.