હૃદયરોગથી બીમાર વ્યક્તિઓને સ્વિમિંગ ન કરવા સૂચના
હાર્ટ અટેકના વધતા કેસને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતર્ક
યુવકને ચાલુ બાઈકે હાર્ટ અટેક આવી જતાં તે ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું છે
રાજકોટ, રાજ્યમાં હાર્ટ અટેકના વધતા કેસને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતર્ક બની છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓમાં વધારો થયો હતો. જેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો ર્નિણય લીધો છે. સ્વિમિંગ સહિતની વધુ પડતી એક્સરસાઈઝ હૃદયની બીમારીવાળા વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ જ સંદર્ભે યુનિવર્સિટીએ નોટિસ લગાવવાનું શરૂ કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગપુલ પર લગાવેલી નોટિસમાં હૃદયરોગની બીમારી ધરાવતા વ્યક્તિઓને સ્વિમિંગ સહિતની પ્રવૃતિથી દુર રહેવાની સૂચના આપવામાં આવી છે. People with heart disease advised not to swim
તે સિવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ર્નિણય લીધો હતો કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતગમતની ટ્રેનિંગ માટે ફિટનેસ સર્ટિફિકેટ આવશ્યક કરવામાં આવ્યું છે. હાર્ટને લગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તેવી વ્યક્તિએ રમતગમતની ટ્રેનિંગ લેવી નહીં. ફિટનેસ અંગે ડોક્ટરનું સર્ટિફિકેટ જે તે રમતના કોચને રજૂ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. બાસ્કેટબોલ, ટેનિસ, સ્વિમિંગ, જીમ, સહિતની રમત ગમત સ્થળોએ પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કુલ સચિવના આદેશ બાદ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે.
બે દિવસ અગાઉ રાજકોટમાં ૧૫ વર્ષીય કિશોરનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું. પૂજન નામનો આ કિશોર પિતાના બાઈક પાછળ બેસીને જઇ રહ્યો હતો. એ સમયે યુવકને ચાલુ બાઈકે હાર્ટ અટેક આવી જતાં તે ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું છે. ૧૫ વર્ષીય પૂજનનું અચાનક મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રાજકોટમાં ૧૫ વર્ષીય કિશોરનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું.પૂજન નામનો આ કિશોર પિતાના બાઈક પાછળ બેસીને જઇ રહ્યો હતો. એ સમયે યુવકને ચાલુ બાઈકે હાર્ટ અટેક આવી જતાં તે ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું છે.
૧૫ વર્ષીય પૂજનનું અચાનક મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પૂજન રાજકોટની શ્રદ્ધા સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. પૂજન હૈદરાબાદ અભ્યાસ કરતો અને દિવાળી પરિવાર સાથે મનાવવા માટે રાજકોટ આવ્યો હતો. જાે કે આ સમયે આધાતજનક બનાવ બની જતાં પરિવાર શોક અને આઘાતમાં ગરકાવ થઇ ગયો છે.ss1