Western Times News

Gujarati News

બિગ બોસના સેટ પર ૨૪ કલાક ડોક્ટર હાજર રહે છે

મુંબઈ, બિગ બોસ ૧૭ના ઘરના લેટેસ્ટ એપિસોડમાં અંકિતા લોખંડે પોતાના પતિ વિક્કી જૈન સાથે વાત કરતા કહે છે કે, ડોક્ટરે તેનો બ્લડ ટેસ્ટ કર્યો છે. બ્લડ ટેસ્ટની સાથે સાથે તેનું યુરિન સેમ્પલ પણ લેવામાં આવ્યું છે. તે રિપોર્ટની રાહ જાેઈ રહી છે.

આ પહેલા ગત્ત સિઝનમાં બિગ બોસના ઘરમાં ડોક્ટરને લઈ વાતો થઈ હતી. માત્ર ડોક્ટર જ નહિ પરંતુ અનેક સુવિધાઓ સ્પર્ધકો માટે સેટ પર હાજર હોય છે. જેની જરરુ પડતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. શરદી, ઉધરસ કે તાવ આવતો હોય, બિગ બોસના સેટ પર ૨૪ કલાક ડોક્ટર હાજર રહે છે અને સ્પર્ધકોના સ્વાસ્થ્ય પર નજર રાખે છે.

જ્યારે સ્પર્ધકોની તબિયત બગડે છે, ત્યારે ડોકટરો કન્ફેશન રૂમમાં આવે છે અને સ્પર્ધકોનું ચેકઅપ કરે છે. જાે જરૂરી હોય તો તેમનું બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવે છે અને રિપોર્ટ આવ્યા બાદ સ્પર્ધકને ઘરે રાખવા કે સારવાર માટે બહાર લઈ જવાનો ર્નિણય લેવામાં આવે છે.

વર્ષ ૨૦૨૨માં જ્યારે બિગ બોસ સીઝન ૧૬ દરમિયાન ટીના દત્તાએ તેનો દાંત તોડી નાખ્યો હતો, ત્યારે તેણે બિગ બોસની સામે આગ્રહ કર્યો હતો કે તેણે નિર્માતાઓ પાસેથી નહીં પણ તેના પોતાના ડેન્ટિસ્ટ પાસેથી સારવાર લેવી પડશે, નહીં તો તે તેની સામે નહીં આવે.

ડોક્ટર સિવાય બિગ બોસના સેટ પર મેડિકલ ઈમરજન્સી માટે એમ્બયુલન્સ પણ હાજર રહે છે. તાજેતરમાં જ બિગ બોસના ઘરમાં જાેડાનાર યુકે રાયડરે બિગ બોસના મનોચિકિત્સકની મદદ લીધી હતી. પરંતુ બિગ બોસે કહ્યું કે તેમના મનોચિકિત્સકને નથી લાગતું કે અનુરાગને કોઈ મદદની જરૂર છે.

બિગ બોસના ઘરમાં સ્પર્ધકોના હેલ્થનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે. મુંબઈના ફિલ્મ સિટીમાં બનેલા બિગ બોસના સેટ પર અનેક વખત સાપ કે પછી જંગલી જાનવરો જાેવા મળતા હોય છે. છેલ્લા ૬ મહિનાથી સિરીયલના સેટ પર અનેક વખત લેપર્ડની એન્ટ્રી જાેવા મળતી હોય છે.આજ કારણ છે કે, સેટ પર હંમેશા કેટલાક એવા લોકો હોય છે જે જાનવરને સેટ પરથી બહાર કરી શકે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.