Western Times News

Gujarati News

દિવાળી સ્પેશિયલ એપિસોડમાં દયા બેન પરત ફરશે?

મુંબઈ, સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘ગરબા ક્વીન’ એટલે કે દયા બેન ઘણા સમયથી ગાયબ છે. તેના પરત ફરવાના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. આ દરમિયાન ફરી એકવાર સોની સબ ટીવીની આ પોપ્યુલર સિરિયલમાં દયા બેનની એન્ટ્રીને લઈને ચર્ચા ચાલી રહી છે.

આ જ કારણ છે કે ફેન્સ ફરી એકવાર આશા સાથે દયા બેનની રાહ જાેઈ રહ્યા છે. પરંતુ તમને આ પાછળનું સત્ય જણાવી રહ્યા છીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી દિવાળીને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે.

દિવાળી પહેલા જેઠાલાલનો સાળો સુંદર તેને મળવા મુંબઈ આવ્યો હતો અને સુંદરે જેઠાલાલ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા કે દયા બેન દિવાળી પર મુંબઈ આવવાની છે. પત્નીના આગમનના ખુશખબર સાંભળ્યા બાદ જેઠાલાલ અને તેનો ગડા પરિવાર તેની સ્વાગતની તૈયારીમાં બિઝી છે, પરંતુ દર્શકોના દિલમાં એક જ સવાલ છે કે શું ખરેખર દયા બેન પરત આવશે? તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સુંદરલાલ જેઠાલાલને કહી રહ્યા છે કે તેમની બહેન મુંબઈ આવી રહી છે.

આ પહેલા ઘણી વખત સુંદર, ગુજરાત જામનગરમાંથી આવતો ફોન જેઠાલાલને જાણકારી આપે છે કે દયા બેન પાછા આવશે. પરંતુ કોઈ કારણસર દયા બેનનું આગમન મોકૂફ થઈ જાય છે. આ વખતે પણ દયા બેન માટે દિવાળીમાં આવવું મુશ્કેલ છે, કારણ કે આજ સુધી અસિત કુમાર મોદી અને તેમની ટીમને ‘દયા બેન’ મળી શકી નથી અને દયા બેન વગર પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીઆરપી ચાર્ટ પર સારું પ્રદર્શન કરી રહી છે.

તેથી જ્યાં સુધી દિશા વાકાણી સંમત ન થાય અથવા નવી દયા બેન ન મળે ત્યાં સુધી દર્શકોએ તેમના વિના દિવાળી અને ક્રિસમસની સાથે સાથે નવું વર્ષ મનાવવું પડશે. SS1SS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.