Western Times News

Gujarati News

કરણ લોકોના ઘર તોડશે, વરુણ ધવનની ટિપ્પણીથી વિવાદ

મુંબઈ, દીપિકા-રણવીર સિંહ, દેઓલ બ્રધર્સ, અનન્યા-સારા અને પછી આલિયા-કરીના કપૂર કોફી વિથ કરણ ૮ના ચાર એપિસોડમાં મહેમાન બની ચૂક્યા છે. આ તમામ એપિસોડમાંથી પ્રથમ એપિસોડ સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યો હતો. જાે કે, હવે ચાહકો આગામી એપિસોડની રાહ જાેઈ રહ્યા છે ત્યારે કોફી વિથ કરણનો નવો પ્રોમો રિલીઝ થયો છે.

જેમાં આ વખતે વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા, વિકી કૌશલ અને જાહ્નવી કપૂર સહિત ૯૦ના દાયકાના ઘણા લોકપ્રિય સ્ટાર્સ પણ ટૂંક સમયમાં જ શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. કરણ જાેહરના સ્ટુડન્ટ્‌સ વરુણ અને સિદ્ધાર્થ લાંબા સમય પછી એકસાથે જાેવા મળશે. ત્યારે તેમના આવવાને લઈને ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કોફી વિથ કરણના નવા પ્રોમોમાં જાેઈ શકાય છે હોસ્ટ કરણ જાેહરને લઈને વરુણ ધવને એવું નિવેદન આપ્યું કે તે સાંભળીને કરણ ચિડાઈ જાય છે. લેટેસ્ટ પ્રોમો જાેયા બાદ યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

વાસ્તવમાં, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટે કરણ જાેહરની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, ત્રણેય શરૂઆતથી જ કરણ જાેહરની ખૂબ નજીક છે. પ્રોમોની શરૂઆતમાં જાહ્નવી કપૂર અને રાની મુખર્જી જાેવા મળે છે. જે બાદ અજય દેવગન પણ શોમાં એન્ટ્રી કરે છે. આ દરમિયાન વિકી કૌશલ કહેતો જાેવા મળ્યો કે, અમે અહીં શુદ્ધી કરવા આવ્યા છીએ.

વીડિયોમાં વરુણ ધવન આ બધાની વચ્ચે કહેતો જાેવા મળ્યો હતો કે, કરણ જાેહરે ઘર તોડશેપ તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના એપિસોડ પછી માત્ર કપલ જ નહીં હોસ્ટ પણ ટ્રોલ થયો હતો.

શોમાં જવાના સવાલ પર શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પણ નિવેદન આપ્યું હતું કે ત્યાં જવાથી કોઈને ફાયદો થયો નથી. તાજેતરમાં ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં ભાભી અને નણંદ ઉર્ફે આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાનની જાેડી જાેવા મળી હતી. બેબો ફરી એકવાર દીપિકા પાદુકોણના નામે ટ્રોલ થઈ રહી છે, ત્યારે આલિયાએ પણ તેની પુત્રી રાહા સાથેના તેના બોન્ડિંગને લઈને ચાહકો સાથે ઘણી વાતો શેર કરી રહી છે. જાે કે કોફી વિથ કરણની આ ૮મી સીઝન છે.

દર વર્ષે માત્ર એક નહીં પરંતુ આવા અનેક એપિસોડ બને છે, જેના કારણે કરણ જાેહર ખૂબ ટ્રોલ થયો છે. જાે કે, કરણ જાેહરને પહેલા એપિસોડ પછી ઘર તોડવાનું ટેગ પણ આપવામાં આવ્યું હતું. ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ કરણના શો પર સવાલ ઉઠાવતા જાેવા મળ્યા છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.