Western Times News

Gujarati News

બ્લેક શોર્ટ ડ્રેસમાં નેહા મલિકની સુંદરતા જોઈને ચાહકો થયા દિવાના

મુંબઈ, ભોજપુરી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી નેહા મલિક ફરી એકવાર પોતાની સ્ટાઈલથી ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહેલી આ સુંદરીએ બ્લેક શોર્ટ ડ્રેસમાં તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે.

જેમાં ફરી એકવાર આ સુંદરી સિઝલિંગ પોઝ આપતી જાેવા મળી રહી છે. નેહા મલિકે ટ્રાન્સપરન્ટ સ્લીવ્ઝ સાથે શોર્ટ ડ્રેસ સાથે લાઇટ મેકઅપ લુક રાખ્યો છે. નેહા મલિક, જે તેની ફિટનેસ માટે વખાણવામાં આવી છે. તેણે ડ્રેસ સાથે દેખાવને ક્લાસી ટચ આપવા માટે ઇયરિંગ્સ અને સેન્ટર પાર્ટેડ હેર સ્ટાઇલ રાખી છે. ન તો તે ફિલ્મોમાં જાેવા મળે છે અને ન તો મ્યુઝિક વીડિયોમાં, તેમ છતાં નેહા મલિકની લોકપ્રિયતા સતત વધી રહી છે. નેહા મલિક તેના કોન્સર્ટ માટે દુબઈ પહોંચી હતી, તાજેતરમાં જ અભિનેત્રી સિંગર મીકા સિંહના ઘરે દિવાળી પાર્ટી માટે પણ હાજર રહી હતી.

અભિનેત્રી તેના લેટેસ્ટ અપડેટ્‌સ ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરતી રહે છે. જાે કે, ભારતમાં હોય કે વિદેશમાં, અભિનેત્રી તેના વર્કઆઉટનો એક પણ દિવસ ચૂકતી નથી. પોતાની સ્ટાઈલથી પોતાનું નામ બનાવનારી નેહા મલિક ફેશનની બાબતમાં પણ બોલિવૂડની સુંદરીઓ સાથે સ્પર્ધા કરે છે. વાસ્તવમાં આ ભોજપુરી બ્યુટી કમાણીના મામલામાં કોઈથી પાછળ નથી.

લાંબા સમયથી ફિલ્મો અને મ્યુઝિક વીડિયો ન કરવા છતાં તે સોશિયલ મીડિયા દ્વારા ખૂબ કમાણી કરી રહી છે. તે કોન્સર્ટ અને મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવતી રહે છે. નેહા મલિકની આ તસવીરો જાેયા પછી, યુઝર્સે કોમેન્ટ કરી અને લખ્યું, બ્યુટી ક્વીન. અન્ય યુઝરે કહ્યુંઃ તમારી ફિટનેસ અદ્ભુત છે. સોશિયલ મીડિયાની વાત કરીએ તો નેહા મલિકને ઈન્સ્ટાગ્રામ પર ૪.૧ મિલિયન લોકો ફોલો કરે છે. અભિનેત્રી પણ દરરોજ તેના ચાહકો માટે તસવીરો શેર કરતી રહે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.