કચ્છમાં ઉદ્યોગપતિના પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: બેની ધરપકડ
(એજન્સી) ભુજ, કચ્છમાં પોલીસે ઝડપી કામગીરી કરતા ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. પોલીસે અપહરણ અને હત્યાના ગુનામાં બે લોકોની ધરપકડ કરી. કચ્છમાં પોલીસે ઝડપી કામગીરી કરતા ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી.
પોલીસે અપહરણ અને હત્યાના ગુનામાં બે લોકોની ધરપકડ કરી. ગાંધીધામના ઉદ્યોગપતિના પુત્ર યશ તોમરનું નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ અપહરણ કરવામાં આવ્યું હતું. જેના ચાર દિવસ પછી જ તેનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. ગાંધીધામના ઉદ્યોગપતિના પુત્ર યશ તોમરનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી. આરોપીઓએ ઉદ્યોગપતિ પાસેથી સવા કરોડની ખંડણી માંગી હતી.
પરિવારે પોલીસમાં પુત્રનું અપહરણ થયાની ફરિયાદ કરી. જાે કે ખંડણી માંગ્યાના ચાર દિવસ બાદ હનુમાન મંદિર પાછળથી ૧૯ વર્ષીય યુવાન યશ સંજીવકુમાર તોમરનો મૃતદેહ મળ્યો. જેના બાદ પોલીસે તપાસ તેજ બનાવતા ૨૦૦થી વધુ સીસીટીવી ચેક કર્યા અને તમામ શંકાસ્પદ વ્યક્તિઓ અને સ્થાનોની ચકાસણી કરી. વેપારીના પુત્રનું અપહરણ બાદ હત્યાની ગુનામાં પોલીસે રાજેન્દ્ર કાલરિયા અને કિશન સીંચ નામના બે આરોપીને ધરપકડ કરી છે.