Western Times News

Gujarati News

પંજાબમાં સતુલજ નદીની રેતમાં દુર્લભ ધાતુ ટેન્ટલમ મળી આવી

(એજન્સી)ચંદિગઢ, ઈન્ડિયન ઈન્ડસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) રોપરને તાજેતરમાં એક મોટી સફળતા મળી. માહિતી અનુસાર આઈઆઈટી સાથે સંકળાયેલા રિસર્ચરોને પંજાબમાં સતુલજ નદીની રેતમાં અત્યંત દુર્લભ ધાતુ ટેન્ટલમ મળી આવી છે. એવી શક્યતા છે કે આ શોધ બાદ ભારતને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રમાં મોટો ફાયદો થશે.

પ્રથમ વખત તેની શોધ ૨૨૧ વર્ષ પહેલા સ્વીડનમાં થઇ હતી. ટેન્ટલમ અત્યંત દુર્લભ મનાય છે. આજના દોરમાં વપરાતી સૌથી વધુ કાટવિરોધી ધાતુઓ પૈકી એક છે. તે ગ્રે કલરની હોય છે. ખાસ વાત એ છે કે ટેન્ટેલમ શુદ્ધ હોય ત્યારે તે અત્યંત ફ્લેક્સિબલ હોય છે જેને રબરની જેમ ખેંચી કે પાતળું કરી તાર કે દોરાની જેમ પણ બનાવી શકાય છે. તેનું મેલ્ટિંગ પોઈન્ટ પણ વધારે હોય છે.

આ મામલે ટેન્ટલમથી આગળ ફક્ત ટંગસ્ટન અને રીનિયમ જ હોય છે. આ ધાતુનો સૌથી વધુ ઉપયોગ ઈલેક્ટ્રોનિક સેક્ટરમાં થાય છે. ટેન્ટલમથી તૈયાર થયેલા કેપેસિટર્સમાં નાના આકારમાં પણ મોટાપાયે વીજળી સ્ટોર કરવાની ક્ષમતા હોય છે. તેના લીધે તેને સ્માર્ટફોન, લેપટોપ અને ડિજિટલ કેમેરા જેવા ડિવાઈસમાં ઉપયોગમાં લેવા આદર્શ મનાય છે. આ ધાતુનું નામ પૌરાણિક ગ્રીક મિથકના ચર્ચિત નામ ટેન્ટેલસના નામે રખાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.