મ્યુનિસિપલ સફાઈ કર્મચારીઓની હાજરીનું સઘન ચેકિંગ હવે આસિસ્ટન્ટ મેનેજર કરશે
પશ્ચિમ ઝોનમાં પ્રણવ બારોટ, પરેશ સિંહ પાંડવ અને બિંદિયા ગોહિલ ફરજ સંભાળશે તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં નયન ગામેતી સહિત બે અધિકારીના શિરે જવાબદારી
(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પરની સફાઈ કામગીરી માટે સફાઈ કર્મચારીઓને ફરજ સોંપાય છે. નાગરિકો રોજ સવારે પોતપોતાના વિસ્તારોમાં સફાઈ કર્મચારીઓને રોડ પર કચરો વાળતા જુએ છે. જાે કે, આ સફાઈ કર્મચારીઓમાં ડમી સફાઈ કામદારો સહિત અનેક પ્રકારના ધાંધિયા પણ જાેવા મળે છે. ઘણા તો મસ્ટર સ્ટેશન પર ખાલી હાજરી નોંધાવીને ઘર તરફ રવાના થઈ જાય છે.
આ બધી ગેરરીતિઓને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા આસિસ્ટન્ટ મેનેજરોને વિશેષ ફરજ સોંપાઈ છે. આ આસિસ્ટન્ટ મેનેજરોએ સવાર અને સાંજ બંે સમય માટે સફાઈ કર્મચારીઓની હાજરીને ચેક કરવાની રહેશે. કમિશનરના આ ઓફિસ ઓર્ડરના પગલે ગેરશિસ્તમાં રાચતા સફાઈ કામદારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા સફાઈ કામદારોમાં થતી વિવિધ પ્રકારની ગેરરીતિઓને રોકવા માટે જે તે ઝોનના આસિસ્ટન્ટ મેનેજર તેમજ ડેપ્યુટી એચઓડીને ફરજ પર લગાવાયા છે. આ માટે તેમણે ખાસ ઓફિસ ઓર્ડર પ્રસિદ્ધ કર્યાે છે. ગઈકાલના કમિશનરના ઓફિસ ઓર્ડર મુજબ પશ્ચિમ ઝોનમાં સાબરમતી અને ચાંદખેડા વોર્ડની જવાબદારી આસિસ્ટન્ટ મેનેજર કલ્પેશ ડી.પટેલ, રાણીપ, નવા વાડજ અને નારણપુરા વોર્ડની જવાબદારી ડેપ્યુટી એચઓડી પ્રણવ બારોટ, સ્ટેડિયમ અને નવરંગપુરા વોર્ડની જવાબદારી આસિસ્ટન્ટ મેનેજર પરેશસિંહ પાંડવ અને પાલડી-વાસણાની જવાબદારી ડેપ્યુટ એચઓડી બિંદિયા આર. ગોહિલને સોંપાઈ છે.
જ્યારે ઉત્તર પશ્ચિમ જાેનના ગોતા, ચાંદલોડિયા અને ઘાટીલોડિયા વોર્ડની જવાબદારી ડેપ્યુટી એચઓડી નયન એમ. ગામેતી, થલતેજ, બોડકદેવ વોર્ડની જવાબદારી આસિસ્ટન્ટ મેનેજર હિન એમ. પાંડવ સંભાળશે. પશ્ચિમ અમદાવાદમાં આવેલા અન્ય દક્ષિણ પશ્ચિમ ઝોના જાેધપુર, વેજલપુર વોર્ડની ફરજ આસિસ્ટન્ટ મેનેજર ધર્મિન વી.વ્યાસ અને સરખેજ-મકતમપુરા વોર્ડની જવાબદારી ડેપ્યુટી એચઓડી ઉમંગ એસ.શાહ સંભાળશે.
આ ઉપરાંત મધ્ય ઝોનના અસારવા, શાહીબાગ વોર્ડમાં આસિસ્ટન્ટ મેજેજર અપૂર્વ બી. સોલંકી, શાહપુર, દરિયાપુર વોર્ડમાં આસિસ્ટન્ટ મેનેજર જતીન જે. પટેલ, ખાડિયા, જમાલપુર વોર્ડમાં ડેપ્યુટી એચઓડી સારંગ વી. મોદી કામગીરી સંભાળશે. પૂર્વ ઝોનમાં સોનાલી એન. વસાવા, પ્રીતિ એચ, વોરા, નયન યુ. પંડ્યા અને સંજીવ એ. શેઠ, ઉત્તર ઝોનમં બિરેન કે. શાહ, પ્રકાશ જે. મકવાણા, કામેશ આર. પટેલ, અંકિતા એમ. મોદી, દક્ષિણ ઝોનમાં રાજન એસ. પરમાર, યોગેશ એન. પ્રજાપતિ, સોનિયા સી. ભાવસાર અને અખિલ સી. બ્રહ્મભટ્ટ જવાબદારી સંભાળવાના છે.