Western Times News

Gujarati News

અમદાવાદથી કોલ કરીને અમેરીકાના નાગરીકો સાથે ૧પ૭ કરોડની છેતરપિંડી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કોલ સેન્ટર ચલાવીને અમેરીકાના નાગરીકોને ટેક્ષ ભરવાના નામે રૂપિયા ૧પ૭ કરોડની છેતરપિડી કરનાર કોલ સેન્ટર કંપનીમાં ૧૩ જેટલા સંચાલકો સામે સીબીઆઈએ બુધવારે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ કેસની તપાસમાં છેતરપિંડીનો આંક વધવાની સાથે અન્ય મોટા ખુલાસા થવાની શકયતા સીબીઆઈના અધિકારીઓએ વ્યકત કરી છે. સીબીઆઈમાં નોધવામાં આવેલી ફરીયાદની વિગતો એવી છે કે, અમદાવાદના નવરંગપુરા દિનેશ હોલ પાસે આવેલા શ્રેયસ કોમ્પ્લેક્ષ-૩માં આવેલી કંપની સંપર્ક સોફટેક પ્રાઈવેટ લીમીટેડના ડાયરેકટર ગૌરવ ગુપ્તા, પ્રવીણ કુમાર અને અન્ય લોકો દ્વારા અમેરીકામાં વીઓઆઈપીની મદદ કોલ કરીને ઓનલાઈન લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે.

જેમાં અમેરીકાના સરકારો વિભાગના અધિકારીના નામે કોલ કરીને ડરાવીને સમગ્ર કૌભાંડ ચાલે છે. જે અંગે સીબીઆઈને અમેરીકાથી પણ ઈનપુટ મળ્યા હતા. કુલ ૧પ૭ કરોડથી વધારેનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું.

જે અંગે વધુ તપાસ કરતા વિગતો બહાર આવી હતી કે આ કૌભાંડમાં નવી દિલ્હી ઉત્તમનગરમાં આવેલી બીપીઓ સોલ્યુશન પ્રાઈવેટ લીમીટેડ મકરબા કોર્પોરેટ રોડ પર આવેલા પેલાડીયમ સ્થિત સિવાય કોમ્યુનીકેશન આશ્રમ રોડ જુની આરબીઆઈ પાસે આવેલા આત્મા હાઉસમાં આવેલા ટેકનોમાઈન સોલ્યુશન લીમીટેડ અને એસજી હાઈવે પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા મોન્ડીયલલ સ્કવેર સ્થિત ટેકનોમાઈન્ડ સોલ્યુશનથી પણ અમેરીકામાં કોલ કરવામાં આવતા હતા. જે અંગે સીબીઆઈએ વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.