24 વર્ષના સાયબર એક્સપર્ટે અમદાવાદના વેપારીને 80 લાખ ટ્રાન્સફર કરી ઠગ્યા
વેપારીનું સીમ બંધ કરાવી નવું લઈ રૂ.૮૦ લાખ ઉપાડી લેવાયા-પુણેના ગઠીયાએ અમદાવાદના વેપારીને ઠગ્યા
(એજન્સી)અમદાવાદ, વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા વેપારીનો કંપનીનો રજીસ્ટર્ડ મોબાઈલ ફોન નંબરને બંધ કરાવી સીમકાર્ડ સ્વેપ કરી એકાઉન્ટમાંથી ૭૯,૭૦ લાખ ઉપાડી ઠગાઈ કરનાર આરોપીને સાઈબર ક્રાઈમની ટીમે પુણેથી ઝડપી પાડયો છે.
વૈષ્ણોદેવી સર્કલ નજીક રહેતા કલ્પેશ શાહ હિમતનગર પાસે વિટ્રાગ ફોમ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની ધરાવે છે. તેમની કંપનીના બેક એકાઉન્ટન્ટનો રજીસ્ટર્ડ ફોન નંબર અચાનક બંધ થઈ ગયો હતો. ત્યારબાદ વોડાફોન કંપનીમાં જાણ કરતા એક યુવકે સીમકાર્ડ ટેમ્પરરી બંધ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. આથી કલ્પેશભાઈની સીમકાર્ડ ચાલુ કરાવ્યું ત્યારે મેસેજ આવ્યો હતો કે તેમના એકાઉન્ટમાંથી રૂા.૩૮ લાખ ટ્રાન્સફર થઈ ગયા છે. બાદમાં રૂ.૪૧.૭૦ લાખ પણ ટ્રાન્સફર થઈ ગયા હતા.
જેથી કોઈ અજાણ્યા શખ્સે સ્કીમ સ્વેપ કરી એકાઉન્ટમાંથી રૂ.૭૯.૭૦ લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી હોવાની જાણ કલ્પેશભાઈને થતા તેમણે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. આ મામલે પોલીસે ટેકનીકલ એનાલીસીસ કરીને મુળ ઝારખંડના અને હાલ મહારાષ્ટ્રના પુણેમાં રહેતા ગૌતમ મુખરજીને ઝડપી પાડયો હતો. આરોપીની ધરપકડ કરી રૂ.પ૦ લાખ પરત અપાયા.
સાઈબર ક્રાઈમ કરનાર આરોપી ગૌતમ મુખરજી ર૪ વર્ષનો જ છે.અને પુણેની એક કંપનીમાં ફલોર એકિઝકયુટીવ છે. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી પ૦ લાખ ફ્રીઝ કરાવી કલ્પેશભાઈને પરત સોપ્યા છે. ઉપરાંત સીમકાર્ડ કંપનીના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.