રાજકોટના માલિયાસણ પાસે આવેલો બ્રિજ બરફની ચાદરથી ઢંકાયો
લોકો બ્રિજ ઉપર પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા પહોંચ્યા, બરફના ગોળા બનાવી એકબીજા પર ફેંકતા જાેવા મળ્યા
રાજકોટ, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન રાજકોટમાં તો જાણે હિલસ્ટેશન જેવો માહોલ બન્યો છે. વિગતો મુજબ રાજકોટના માલિયાસણ પાસે આવેલ બ્રિજ ઉપર બરફના ચાદર પથરાઈ ગઈ છે. જેને લઈ અહીં શિમલા-મનાલી જેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. આ દરમિયાન લોકો બરફના ગોળા બનાવી એકબીજા પર ફેંકતા જાેવા મળ્યા હતા.
રાજકોટમાં હિમવર્ષા:કુવાડવાના માલિયાસણ નજીક બરફથી રસ્તો બંધ થયો, લોકોએ રસ્તા પર ઊતરી મનાલી જેવો માહોલ માણ્યો pic.twitter.com/NRCzQyybSO
— Pankaj Sharma (Journalist) (@Anchor_Pankaj) November 26, 2023
રાજકોટના માલિયાસણના બ્રિજ ઉપર કરા સાથે વરસાદ બાદ બરફની ચાદર છવાઈ ગઈ છે. અહીં હિલસ્ટેશન જેવો માહોલ બનતા લોકો પણ પ્રકૃતિનો આનંદમાણવા માલિયાસણના બ્રિજ પર પહોંચ્યા હતા. બ્રિજ પર પહોંચી લોકો એક બીજા પર બરફના ગોળા બનાવી ફેંકીને આનંદ માણી રહ્યા હતા. બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ ગયો હોય શિમલા-મનાલી જેવા દ્રશ્યો બન્યા હતા.
રાજકોટના માલિયાસણમાં કરાનો વરસાદ થયો છે. વિગતો મુજબ માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ ગઈ છે. આ તરફ સ્થાનિકો પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા બ્રિજ પર પહોંચ્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વાંકાનેર શહેરના આસપાસના વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ પડ્યો છે.
પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો મૂંઝાયા છે. રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વિગતો મુજબ જિલ્લાના ગોંડલ શાપર વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદ પદુઓ છે. આ સાથે ભારે વરસાદ સાથે અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. જાેકે હવે ભારે વરસાદ બાદ પંથકમાં જીરું, ચણા સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.