વડાપ્રધાન મોદીનો રાષ્ટ્રને સંદેશ મન કી બાત અમદાવાદ મંડળના પ્રમુખ સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવ્યો
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રને સંદેશ મન કી બાત અમદાવાદ મંડળના પ્રમુખ સ્ટેશનોની ડિજિટલ સ્ક્રીનો અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો, Prime Minister Modi’s message to the nation ‘Mann Ki Baat’ was aired on major stations of Ahmedabad Mandal
જેમાં સ્ટેશન પર હાજર મુસાફરો, રેલવે સહાયકો, સુરક્ષા કર્મચારીઓ અને સ્ટેશન સ્ટાફે ભાગ લીધો હતો. અમદાવાદ સ્ટેશન પર લગભગ 2500 લોકો, મણિનગર સ્ટેશન પર 500 લોકો, ભુજ સ્ટેશન પર 500 લોકો,
ગાંધીધામ સ્ટેશન પર 550 લોકો, ભચાઉ સ્ટેશન પર 450 લોકો, સામખિયાળી સ્ટેશન પર 350 લોકો, લાકડિયા સ્ટેશન પર 250 લોકો, આદેસર સ્ટેશન પર 200 લોકો, ભૂતકિયા ભીમાસર સ્ટેશન પર 200 લોકો, રાધનપુર સ્ટેશન પર 250 લોકો, ભીલડી સ્ટેશન પર 350 લોકો, પાલનપુર સ્ટેશન પર 850 લોકો, સિદ્ધપુર સ્ટેશન પર 400 લોકો, ઊંઝા સ્ટેશન પર 300 લોકો, પાટણ સ્ટેશન પર આ કાર્યક્રમ 500 લોકો, મહેસાણા સ્ટેશન પર 900 લોકો, કલોલ સ્ટેશન પર 600 લોકો અને સાબરમતી સ્ટેશન પર 1500 લોકોએ આ કાર્યક્રમ સાંભળ્યો.