હાંસોટમાં વિજળી પડતાં માછીમારી અર્થે જતાં દાદી અને પૌત્રનું મોત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં કમોસમી વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. હાંસોટ તાલુકાના અંભેટા રોડ ઉપર વીજળી પડતા માછીમારી કરવા નીકળેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાના કારણે મોત થયું હતું.
ભરૂચ જીલ્લાના હાંસોટ નવીનગરી અંભેટા રોડ પર પર રહેતા આદિવાસી ગરીબ પરિવારના ૫૫ વર્ષીય ભૂરીબેન ઠાકોર રાઠોડ માછીમારનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સવારે માછીમારી કરવા માટે દાદી તેમના પૌત્ર આકાશ કુમાર રાઠોડ સાથે માછીમારી કરવા ચાલતા જઈ રહ્યા ત્યારે અચાનક વીજળી પડતાં બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
હાંસોટ પોલીસને ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોને મળી બનાવ અન્ય તાલુકાનો હોવા છતાં માનવતાની દ્રષ્ટિએ મૃતકનો પોલીસ રિપોર્ટ બનાવી પોસ્ટમોર્ટમની વિધિ તરત કરાવી પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. હાંસોટ પોલીસે મૃતકના પરિવારજનોને આકસ્મિક મોત અંગે સરકાર માંથી મળતી સહાય મળે તે અંગેની કાર્યવાહી કરવામાં માનવતા દાખવી હતી.