Western Times News

Gujarati News

એનિમલથી લઈ ડંકી તથા અન્ય ૫ ફિલ્મો ડિસેમ્બરમાં થશે રિલીઝ

પ્રભાસની આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે આતુરતા છે

રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ છે, આ ફિલ્મ ૨૨મી ડિસેમ્બરે રિલીઝ થશે
મુંબઈ, ડિસેમ્બરની શરુઆત વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાથે થશે. રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને અનિલ કપૂર અભિનીત આ ફિલ્મે તેના ટ્રેલરથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મને જાેવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા છે.December will begin with the biggest blockbuster of the year

રણબીર કપૂરની આ ફિલ્મ ૧ ડિસેમ્બરે રિલીઝ થશે. જનરલ સેમ માણેકશાની બાયોપિક પણ ૧ ડિસેમ્બરે રિલીઝ થશે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિકી કૌશલ, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા જાેવા મળશે. ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત મનોજ બાજપેયીની સર્વાઇવલ ડ્રામા ફિલ્મ જાેરમ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતા બની છે.

આ ફિલ્મ દર્શકોને ઈમોશનલ કરી દેશે. આ ફિલ્મ ૮ ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે. વર્ષનો અંત શાહરૂખ ખાનની શાનદાર ફિલ્મ ડંકી સાથે થશે. આ એક રસપ્રદ વિષય પર આધારિત ફિલ્મ છે. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ છે.

આ ફિલ્મ ૨૨મી ડિસેમ્બરે રિલીઝ થશે. પ્રભાસની આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે આતુરતા છે. ફિલ્મનું પ્રમોશન જાેરશોરથી ચાલી રહ્યું છે. ફિલ્મ સાલાર ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.