Western Times News

Gujarati News

ઈઝરાયલે દરરોજ 30 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરવા પડશે

કતાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામને વધારાના બે દિવસ લંબાવવા માટે સંમત છે

જેરૂસાલેમ,  ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા કરાર હેઠળ ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ હતો. હમાસે અત્યાર સુધીમાં ૫૮ બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, ૪૦ ઈઝરાયેલ અને ૧૭ થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે. તે દરમિયાન, દોહાના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે કતાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામને વધારાના બે દિવસ લંબાવવા માટે સંમત છે.

આ નવા કરાર હેઠળ, ઓછામાં ઓછા દસ વધુ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવશે અને અન્ય દસને બુધવારે મુક્ત કરવામાં આવશે. આ સાથે ઈઝરાયલે દરરોજ ૩૦ પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કરવા પડશે.

કતરના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું છે કે ગાઝા પટ્ટી પર માનવતાવાદી યુદ્ધવિરામને લંબાવવા માટે સમજૂતી થઈ છે. હવે તેને બે દિવસ માટે લંબાવવામાં આવી રહી છે. કતર જાહેરાત કરે છે કે ચાલુ મધ્યસ્થી હેઠળ, ગાઝા પટ્ટીમાં માનવતાવાદી યુદ્ધવિરામને વધુ બે દિવસ સુધી લંબાવવા માટે એક સમજૂતી થઈ છે.

ઈઝરાયલે પહેલાથી જ કહ્યું હતું કે દરેક ૧૦ વધારાના બંધકો માટે યુદ્ધવિરામ એક દિવસ લંબાવવામાં આવશે. જાેકે, ઈઝરાયેલે કહ્યું છે કે તે હમાસને સંપૂર્ણ રીતે કચડી નાખવા અને ગાઝા પર તેના ૧૬ વર્ષના શાસનનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ છે. આનાથી સ્પષ્ટ છે કે યુદ્ધવિરામના અંત સાથે, જમીની હુમલાઓ વિનાશગ્રસ્ત ઉત્તર ગાઝાથી દક્ષિણ તરફ વિસ્તરી શકે છે.

નેતન્યાહુએ યુદ્ધવિરામ દરમિયાન બંધકોની મુક્તિ પર કહ્યું કે અમે અમારા નાગરિકોને પણ સુરક્ષિત રીતે પાછા લાવીશું. અમે અંત સુધી જીતવાનો પ્રયાસ કરીશું. અમને કોઈ રોકી શકશે નહીં.

કેદીઓ અને બંધકોની મુક્તિના ચોથા રાઉન્ડમાં, કુલ ૫૦ ઇઝરાયેલી બંધકોના બદલામાં ૧૫૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પર સહમતિ બની છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૩,૩૦૦થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. આમાંથી લગભગ બે તૃતીયાંશ મહિલાઓ અને પુરુષો છે. ૧,૨૦૦થી વધુ ઇઝરાયેલ લોકો માર્યા ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.