Western Times News

Gujarati News

ટનલમાં જિંદગી જીતી ગઈ: PM મોદીએ શું કહ્યું (જૂઓ વિડીયો)

17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોને સહી-સલામત બહાર કઢાયા-શ્રમિકોને આરોગ્ય ચકાસણી માટે હોસ્પિટલ લઈ જવાયા: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કેન્દ્રીયમંત્રી વી.કે. સિંહે શ્રમિકો સાથે વાતચીત કરી-વડાપ્રધાન મોદીએ બચાવ કામગીરીમાં જાેડાયેલા તમામનો આભાર માન્યો

(એજન્સી)ઉત્તરકાશી, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલમાં છેલ્લા ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકોને મંગળવારે મોડી સાંજે સહી-સલામત બહાર કાઢવામાં આવતા દેશભરમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. શ્રમિકોના પરિવારજનો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.

કેન્દ્રીમંત્રી વી.કે. સિંહ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સ્થળ ઉપર સતત હાજર રહ્યા હતા અને તેઓએ સહી-સલામત બહાર આવેલા શ્રમિકો સાથે વાતચીત કરી હતી.

આ તે વ્યક્તિ છે કે જેણે 41 લોકોના જીવ બચાવ્યા, ઉત્તરકાશી (ઉત્તરાખંડ) ટનલ બચાવ | સિલ્ક્યારા ટનલમાંથી તમામ 41 કામદારોના સફળ બચાવ પર, આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ કહે છે, “સેવા કરવી એ મારા માટે સન્માનની વાત છે, અને માતાપિતા તરીકે, તમામ માતાપિતાને તેમના બાળકોને ઘરે પહોંચાડવામાં મદદ કરવી એ મારા માટે સન્માનની વાત છે. યાદ રાખો. શરૂઆતમાં મેં કહ્યું, 41 લોકો ઘરે છે, અને ક્રિસમસથી કોઈને નુકસાન થતું નથી.

More than 2.62 lakh forms were received for registration as new voters

ક્રિસમસ વહેલું આવી રહ્યું છે… અમે શાંત હતા, અને અમને બરાબર ખબર હતી કે અમને શું જોઈએ છે. અમે એક અદ્ભુત ટીમ તરીકે કામ કર્યું. ભારત પાસે શ્રેષ્ઠ એન્જિનિયરો છે.. આ સફળ મિશનનો ભાગ બનવું એ માત્ર એક આનંદ હતો. મારે મંદિર જવું પડ્યું કારણ કે મેં જે બન્યું તેના માટે આભાર કહેવાનું વચન આપ્યું હતું. જો તમે નોંધ્યું ન હોય, તો અમે હમણાં જ એક ચમત્કારના સાક્ષી છીએ.”

ટનલમાં ફસાયેલા ૪૧ શ્રમિકોને સહી-સલામત બહાર કાઢવા માટે છેલ્લા ૧૭ દિવસથી સરકારી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેનું પરિણામ આજે મંગળવારે મળ્યો હતો. બચાવ કામગીરી દરમ્યાન અનેક અડચણો આવી હતી. પરંતુ એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરીના તમામ વિકલ્પો ઉપર કામગીરી શરૂ કરાઈ હતી.

તેમની સાથે એસડીઆરએફની ટીમ પણ જાેડાઈ હતી છેલ્લા દિવસોમાં લશ્કરના જવાનો પણ બચાવ કામગીરીમાં જાેડાયા હતા. બચાવ કામગીરી દરમ્યાન આવેલા વિદ્યનો વચ્ચે પણ તમામ શ્રમિકોને સહી-સલામત બહાર કાઢવા સાથે તેમનો સંપર્ક કરવા પ્રથમ પ્રયાસ કરાયો હતો અને તેમાં સફળતા મળી હતી. ટનલમાં ફસાયેલા તમામ શ્રમિકો સહી-સલામત હોવાની માહીતી મળતા જ સરકારી તંત્રએ હાશ્કારો અનુભવ્યો હતો

અને ત્યારબાદ શ્રમિકોને ટનલમાં જ ભોજન સહીતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી હતી. ફસાયેલા શ્રમિકો સાથે એનડીઆરએફના અધિકારીઓ સતત સંપર્કમાં હતા એટલું જ નહીં પરંતુ શ્રમિકોએ તેમના પરિવારજનો સાથે પણ વાતચીત કરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આજે મંગળવારે સવારથી જ ટનલ પાસે ભારે ચહલપહલ જાેવા મળતી હતી

અને સવારથી જ આજનો દિવસ મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું. સૌપ્રથમ સાંજ સુધીમાં તમામ શ્રમિકોને બહાર કાઢવામાં આવશે તેવું જણાવાયું હતું પરંતુ અંતિમ તબક્કામાં ડ્રિલિંગ કરવું જાેખમી પૂરવાર થાય તેવું જણાયું હતું જેના પરિણામે સરકારી તંત્ર કોઈ જાેખમ લેવા માંગતું ન હતું એનડીઆરએફએ આ અંગે તાત્કાલિક નિર્ણય લઈ રેટ સ્નેપર્સને તાત્કાલિક બોલાવી અંતિમ તબ્બકાની નિર્ણાયક કામગીરી કરવા જણાવ્યું હતું જેના પગલે રેટ માઈનર્સ દ્વારા સાંકળ પાઈપમાં પણ મેન્યુઅલી ડ્રિલિંગનું કામ શરૂ કર્યું હતું.

રેટ માઈનર્સ ખુબ જ નાની અને સાંકળી જગ્યામાં પણ ખોદકામ તથા અન્ય કામગીરી કરવામાં માહેર હોય છે અને તેઓએ ખુબ જ સાવચેતી પૂર્વક આ કામગીરી કરી હતી. જેના પરિણામે સાંજે ૭.૪પ વાગ્યાની આસપાસ આ કામગીરી પૂર્ણ થઈ જતા ટનલમાંથી પ્રથમ શ્રમિકને ૭.પ૦ વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. શ્રમિક બહાર આવતા જ લોકો ખુશ થઈ ગયા હતા.

આ સમયે હાજર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરધામી અને કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે શ્રમિક સાથે વાતચીત કરી હતી. એક પછી એક તમામ ૪૧ શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને તમામને આરોગ્યની ચકાસણી અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત સંપર્કમાં હતા અને તેઓ બચાવ કામગીરીની તમામ માહિતી મેળવી રહ્યા હતા આખરે બચાવ કામગીરી સફળતાપૂર્વક પાર પડતા જ વડાપ્રધાને બચાવ કામગીરી કરનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા.

ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા તમામ શ્રમજીવીઓને બહાર કાઢવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદી એ સોશિયલ મીડિયા ઉપર પોતાની ખુશી વ્યક્ત કરતાં પોસ્ટ કર્યું હતું કે ઉત્તરકાશીમાં અમારા શ્રમિક ભાઈઓના બચાવ અભ્યાનની સફળતાએ દરેકને ભાવુક કર્યા છે. સુરંવમાં ફસાયેલા તમામ મિત્રોને કહેવા માંગું છું કે તમારી હિંમત અને ધૈર્યએ દરેકને પ્રેરણા આપી છે.

હું આપ તમામના સારા આરોગ્ય અને કુશળતાની કામના કરૂ છું ખુબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ જાેયા બાદ હવે અમારા મિત્રો તેમના પ્રિયજનોને મળશે. આ પડકારજનક સમયમાં તેમના પરિવારજનોએ પણ ધીરજ અને હિંમત દાખવી છે તેની હું જેટલી પ્રશંસા કરૂં તેટલી ઓછી છે.

આ બચાવ કાર્ય સાથે જાેડાયેલા તમામ લોકોની ભાવનાને હુું સલામ કરૂં છું તેમની બહાદુરી અને દૃઢનિશ્ચિયએ આપણા શ્રમિક ભાઈઓને નવજીવન આપ્યું છે. આ ઓપરેશનમાં જાેડાયેલા તમામ લોકોને હું આભારી છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.