ડિપ્રેશનને હાર્ટએટેકનું કારણ જણાવીને વીમા કંપની ક્લેમ ફગાવી ન શકે
નડિયાદ, કોઈ પણ વ્યક્તિ જ્યારે વીમા પોલિસી ખરીદે ત્યારે તે એવું ધારે છે કે ન કરે નારાયણને ક્યારેક ક્લેમ કરવાનો વારો આવે ત્યારે તેના પરિવારને નાણાકીય વળતર મળી રહેશે. પરંતુ કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો મુશ્કેલી પડે છે અને ક્લેમના રૂપિયા સરળતાથી મળતા નથી. નડિયાદના એક વીમાધારક સાથે પણ આવું જ બન્યું છે. An insurance company cannot deny a claim by citing depression as the cause of the heart attack
અનિલ પટેલ નામની એક વ્યક્તિએ એલઆઈસીની ૯ વીમા પોલિસી ખરીદી હતી, પરંતુ પોલિસી ખરીદ્યાના બે વર્ષ બાદ તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું.એલઆઈસીએ આ કેસમાં ડિપ્રેશનનું કારણ આપીને ક્લેમ નામંજૂર કર્યો હતો. એલઆઈસીનું કહેવું હતું કે ડિપ્રેશનના કારણે અનિલ પટેલને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમણે ડિપ્રેશનની માહિતી છુપાવી હતી.
જાેકે, ગ્રાહક પંચે વીમાધારકની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને તમામ પોલિસીનો ક્લેમ મંજૂર કરવા કહ્યું છે.નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને વીમાધારકના પરિવારને તમામ નવ પોલિસીના ક્લેમ મંજૂર કરવા માટે એલઆઈસીને આદેશ આપ્યો છે. ગ્રાહક પંચના ચુકાદામાં જણાવાયું કે ડિપ્રેશનનું ડિસ્ક્લોઝર અપાયું ન હોય તેના કારણે હાર્ટ એટેકનો વીમો રિજેક્ટ કરી ન શકાય. રાષ્ટ્રીય ગ્રાહક પંચે એવું પણ કહ્યું કે ડિપ્રેશન અને હાર્ટ એટેક વચ્ચે સીધો સંબંધ હોવાનું પૂરવાર નથી
થયું.નડિયાદના અનિલ પટેલ એલઆઈસીની ૯ વીમા પોલિસીઓ ખરીદી હતી અને બે વર્ષ પછી તેમનું મૃત્યુ થયું ત્યારે તેમના પરિવારે વીમા માટે ક્લેમ કર્યો હતો. વીમા કંપનીએ ક્લેમ રિજેક્ટ કરતા કહ્યું કે વીમા પોલિસીઓ ખરીદવામાં આવી ત્યારે અનિલ પટેલે તેમને ડિપ્રેશન છે તે વાત જાહેર નહોતી કરી.ક્લેમ નામંજૂર થવાના કારણે પરિવારજનો ખેડાના કન્ઝ્યુમર ફોરમમાં ગયા જેણે અનિલ પટેલના પરિવારજનોની ફેવરમાં ચુકાદો આપ્યો.
આ ચુકાદો મંજૂર ન હોવાથી એલાઈસી ગુજરાત સ્ટેટ ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનમાં ગઈ. તેમાં પણ એલઆઈસીની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો હતો. છેવટે એલઆઈસીએ નેશનલ કન્ઝ્યુમર કમિશનમાં ગઈ હતી.