Western Times News

Gujarati News

રાની મુખર્જી ફરી એકવાર જોવા મળશે એક્શન અવતારમાં

મુંબઈ, બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જીએ તેની ફિલ્મ મર્દાનીથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ પછી તેની મર્દાની ૨ પણ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. ખાસ વાત એ છે કે આ બંને ફિલ્મો પછી રાની મુખર્જી હવે ‘મર્દાની ૩’ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે . મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર છે અને તેનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

જાે રિપોર્ટ્‌સનું માનીએ તો ‘મર્દાની ૩’ વિશે રાની મુખર્જી કહે છે કે ગોપી પુથરણ છેલ્લા ઘણા મહિનાઓથી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા, અને હવે તે લગભગ તૈયાર છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને રાની મુખર્જીના પતિ આદિત્ય ચોપરાએ પણ ‘મર્દાની ૩’ની સ્ક્રિપ્ટને લીલી ઝંડી આપી દીધી છે. ‘મર્દાની ૩’નું શૂટિંગ આવતા વર્ષે શરૂ થઈ શકે છે, જેમાં રાની મુખર્જી ફરી એકવાર મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.

મર્દાની ૩ વિશે વાત કરતી વખતે રાની મુખર્જીએ કહ્યું હતું કે તે કોઈપણ તથ્યો વિના ફિલ્મ બનાવી શકતી નથી. ફિલ્મની વાર્તામાં એવો ટિ્‌વસ્ટ હોવો જરૂરી છે કે જેનાથી લોકો રિલેટ કરી શકે અને છોકરીઓએ પણ તેને સશક્તિકરણ ગણવું જાેઈએ. મેકર્સે પણ ‘મર્દાની ૩’ માટે કલાકારોની શોધ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે જિશુ સેનગુપ્તાએ અગાઉની બંને ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, તેથી ફિલ્મમાં તેની હાજરીની શક્યતાઓ છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન રાની મુખર્જીએ મર્દાની ૩માં કામ કરવાનો ઈશારો કર્યો હતો. આ વિશે વાત કરતાં રાનીએ કહ્યું હતું કે, ‘હું આ પાત્ર ફરીથી ભજવવા માંગુ છું, પરંતુ બધું સ્ક્રિપ્ટ પર ર્નિભર છે. જાે વાર્તા સારી હશે તો હું ચોક્કસપણે આ ફિલ્મનો ભાગ બનવા માંગીશ. રાની મુખર્જી સ્ટારર ફિલ્મો ‘મર્દાની’ (૨૦૧૪) અને મર્દાની ૨ (૨૦૧૯) ને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો.

ફિલ્મમાં એસપી શિવાની શિવાજી રાવનું પાત્ર પણ લોકોને પસંદ આવ્યું છે. રાનીએ પોલીસ ઓફિસર તરીકે ઉત્તમ ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં ચાહકો રાનીને મર્દાની ૩માં પણ યુનિફોર્મમાં જાેવા માંગે છે. હવે એ જાેવાનું રસપ્રદ રહેશે કે રાની પોતાની એક્ટિંગથી ફેન્સને કેટલી પ્રભાવિત કરવામાં સફળ રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.