Western Times News

Gujarati News

સુરતઃ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં ૨૦ કામદારો દાઝ્‌યા

પ્રતિકાત્મક

સુરત, ગઇકાલે મોડી રાત્રે સુરતની સચિન GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની હતી. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ૨૦ કામદારો દાઝ્‌યા હતા. તમામ દાઝેલા કામદારોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવમાં ત્રણ કામદારોની હાલત ગંભીર છે.

જ્યારે ફાયરબ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સચિન GIDC રોડ નંબર ૮ પર આવેલી કેમિકલ કંપનીની આ ઘટના છે. એથલ કેમિકલ કંપનીમાં રાત્રે ૨ વાગ્યે આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ૨૦ કામદારો દાઝ્‌યા હતા. તમામ દાઝેલા કામદારોને હોસ્પિટલ ખસેડાયા હતા.

બનાવમાં ત્રણ કામદારોની હાલત ગંભીર છે. ઘટનાના પગલે વેસુ, મજુરા, માન દરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનોની ગાડીઓ સહિતનો કાફલો સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આગ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આગનો બનાવ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બન્યો હતો. બનાવ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

સાથે જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા. કંપનીમાં કામ કરતાં કામદારો, કર્મચારીઓને તાત્કાલિક રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. કંપનીમાં રહેલા માણસોને બહાર કાઢવાની કાર્યવાહી કરી આગ બુજાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી.

આગ અંગે પાંડેસરા જીઆઇડીસીના આગેવાન કમલભાઇએ જણાવ્યું કે, લગભગ ૧૮ જેટલા લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે. તેઓ સારવાર હેઠળ છે. હાલ આગ કાબુમાં છે, પણ કુલિંગ પ્રક્રિયા કરવી પડે. કેમ કે, કેમિકલ ફેક્ટરી હોય અને આખા સ્ટ્રક્ચરમાં હીટિંગ થઇ ગયું હોય એટલે સેફ્ટી માટે આખું સ્ટ્રક્ચર કુલિંગ કરવું જરૂરી હોય છે, તે પ્રક્રિયા ચાલે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.