અમદાવાદમાં “સાબરમતી” નામના બે રેલવે સ્ટેશન
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના રેલવે સ્ટેશન પરથી દેશના ખૂણે-ખૂણે જવાનો લાભ મુસાફરોને મળે છે. જાકે તાજેતરમાં અમદાવાદના એવા બે સ્ટેશન કે જેના નામ તો એક જ છે પણ સ્ટેશન બે હોય તેવું સામે આવ્યું છે. વિગતો મુજબ એક સાબરમતી રેલવે સ્ટેશન રાણીપ નજીક આવેલું છે અને એક સાબરમતી રેલવે સ્ટેશન ધર્મનગર પાસે આવેલું છે. પહેલા સ્ટેશનને સાબરમતી JN એટલે કે સાબરમતી જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે તો બીજા રેલવે સ્ટેશનને સાબરમતી JN એટલે કે સાબરમતી બ્રોડગેજ રેલવે સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે.
આ તરફ આ બંને રેલવે સ્ટેશનના નામ સાબરમતી જ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. આ જંકશન અને બ્રોડગેજ રેલવે સ્ટેશનનો ઉલ્લેખ માત્ર ટિકિટ પર જ દર્શાવવામાં આવે છે. આ સાથે આ બંને સ્ટેશને નામ પણ સાબરમતી જ લખ્યું છે. એક મુસાફરે કહ્યું કે, અમારે ભુજ જવાનું છે, મને એમ કે સાબરમતી રેલવે સ્ટેશન એટલે એક જ હશે.
અમે કેબના ૩૦૦ રૂપિયા તો આપ્યા હવે મારે બીજા સ્ટેશને જવા માટે રિક્ષાનું બીજું ભાડું પણ ચૂકવવું પડશે. અન્ય એક મુસાફરો કહ્યું કે, અમારે હરિદ્વારથી ગાંધીધામ જવાનું હતું. જેથી અમે સાબરમતી સુધીની ટિકિટ કરી હતી અને સાબરમતીથી બીજી ટ્રેનમાં ગાંધીધામ જવાનું હતું. અમને ધર્મનગરવાળા સ્ટેશને ઉતાર્યા જ્યારે અમારે જવાનું હતું બીજા સાબરમતી સ્ટેશને. અને અહીં કોઈ સુવિધા છે નહીં તો અમારે હવે રિક્ષા કરાવીને જવું પડશે. આ તો અમને કોઈએ કહી દીધું કે, તમારી ટ્રેન અહીં નથી આવતી નહિ તો અમે અહી બેસી રહેત અને અમારી ટ્રેન છૂટી જાત.
અમદાવાદમાં ૨ સાબરમતી રેલવે સ્ટેશન ને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. મહત્વનું છે કે, એક સાબરમતી સ્ટેશનથી સૌરાષ્ટÙની ટ્રેન દોડે છે જ્યારે બીજા સાબરમતી સ્ટેશનથી રાજસ્થાનની ટ્રેન જાય છે. જાકે બંને સ્ટેશન વચ્ચે સ્ટેશનનાં બોર્ડ ઉપર પણ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.
ટિકિટ ઉપર મ્ય્ (બ્રોડગેજ ) અને જંક્શન લખેલું હોવાથી ટિકિટ પરની ભાષા પર મુસાફરોને અસમંજસ થાય છે. જેને કારણે રાજસ્થાન વાળા મુસાફરો સૌરાષ્ટÙ વાળા સ્ટેશને જાય છે અને સૌરાષ્ટÙ વાળા મુસાફરો રાજસ્થાન ના સ્ટેશનને પહોંચી જાય છે.. આ તરફ હવએ બને સ્ટેશનમાંથી એક સ્ટેશનનું નામ અલગ કરવાની લોકો માંગ કરી રહ્યા છે.