Western Times News

Gujarati News

ડેન્ગ્યૂનો પંજા પ્રસર્યો: ૧૪ વર્ષ સુધીના ૯૦૦ કરતા વધુ બાળકો સકંજામાં

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો ફરી એક વખત વકરી રહયો છે. શહેરમાં ડેન્ગ્યૂ, ચીકનગુનીયા, કોલેરા અને કમળા જેવા જીવલેણ રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો જાવા મળી રહયો છે. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના કેસની સંખ્યા લગભગ રપ૦૦ સુધી પહોંચવા આવી છે જયારે કમળાની કેસની સંખ્યા ૧પ૦૦ને પાર કરી ગઈ છે. પાછલા બે વર્ષની સરખામણીમાં કોલેરાના કેસમાં પણ અસામાન્ય વધારો જાવા મળ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે ડેન્ગ્યૂના દર્દીમાં રપ ટકા કરતા પણ વધુ દર્દીઓ નાના બાળકો છે.

સ્માર્ટ સીટી અમદાવાદમાં ડેન્ગ્યૂએ ફરી માથું ઉંચકયું છે. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના ર૪૧પ કેસ કન્ફર્મ થયા છે. શહેરના તમામ વિસ્તારોમાંથી ડેન્ગ્યૂના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે શહેરના એકમાત્ર મધ્યઝોનમાં જ ડેન્ગ્યૂના કેસની સંખ્યા ઓછી છે જયારે પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યુના ૩૪પ, ઉત્તરમાં ૩૦૬, પૂર્વ ઝોનમાં પ૦૪, દક્ષિણ ઝોનમાં ૪પ૪, ઉ.પ.માં ૩૯પ અને દ.પ.માં ર૮૦ કેસ ડેન્ગ્યૂના કન્ફર્મ થયા છે.

આમ ડેન્ગ્યૂના કુલ કેસના લગભગ પ૦ ટકા પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન સરકારી હોÂસ્પટલોમાંથી ડેન્ગ્યૂના ૧૯પ૩ અને ખાનગી હોÂસ્પટલમાંથી ડેન્ગ્યૂના ૪૬ર કેસ કન્ફર્મ થયા છે આ ઉપરાંત ત્રણ દર્દીઓના કરૂણ મૃત્યુ પણ થયા છે. ડેન્ગ્યૂના દર્દીઓમાં નાના ભુલકાઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. ૦-૪ વર્ષ સુધીના ૩૩૬ બાળકો ડેન્ગ્યૂના સકંજામાં આવી ગયા છે. જયારે ૦-૧૪ વર્ષ સુધી જાવા જઈએ તો લગભગ ૯ર૪ બાળકો ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. આ આંકડા ચોંકાવનારા અને ચિંતાજનક હોવાનું માનવામાં આવે છે.

શહેરમાં ડેન્ગ્યૂની સાથે સાથે કોલેરા, કમળો અને ટાઈફોઈડના કેસ પણ માજા મુકી રહયા છે. ચાલુ વર્ષ દરમિયાન ટાઈફોઈડના ૩૯રર કેસ નોંધાયા છે. જે પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. ર૦ર૧ના વર્ષમાં ટાઈફોઈડના ર૧૧૬ અને ર૦રરમાં ૩૧૩૮ કેસ નોંધાયા હતાં તેવી જ રીતે ર૦ર૩માં કોલેરાના ૮ર કન્ફર્મ કેસ જાહેર થયા છે

જે પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે ર૦ર૧માં કોલેરાના ૬૪ અને ર૦રરમાં ૩પ કેસ નોંધાયા હતાં. ર૦ર૧ની સરખામણીએ ર૦ર૩માં કમળાના કેસની સંખ્યા પણ વધારે છે. ર૦ર૧માં કમળાના ૧૪૩૯ કેસની સામે ર૦ર૩માં ૧૬૦૧ કેસ નોંધાયા હતાં ચાલુ વર્ષ દરમિયાન ઝાડા-ઉલ્ટીના ૬રર૪, સાદા મેલેરિયાના ૧૧૧૧, ઝેરી મેલેરિયા ૧૪૪ અને ચીકનગુનીયાના પર કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.