Western Times News

Gujarati News

ભારતમાં યુએસ દૂતાવાસે રેકોર્ડ 1.40 લાખ છાત્રોને વિઝા આપ્યા

(એજન્સી)વોશિંગ્ટન, ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસ અને તેના કોન્સ્યુલેટ્‌સે ઓક્ટોબર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે ૧.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં અમારા દૂતાવાસ અને કોન્સ્યુલેટ્‌સે ૧૪૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને વિઝા (Student Visa USA) આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.

અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું કે ઓક્ટોબર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ (૨૦૨૩ ફેડરલ નાણાકીય વર્ષ) દરમિયાન વિદેશ વિભાગે વૈÂશ્વક સ્તરે ૧૦ મિલિયનથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને રેકોર્ડ સર્જ્‌યો છે.

લગભગ ૫૦ ટકા જેટલાં અમેરિકી દૂતાવાસ અને કોન્સ્યુલેટ્‌સ દ્વારા પહેલાં કરતાં વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર નિર્ણય લેવાયો હતો. આ સાથે એક નિવેદનમાં જણાવાયું કે આ ઉપરાંત અમેરિકી દૂતવાસ દ્વારા બિઝનેસ અને પર્યટન માટે લગભગ ૮૦ લાખ વિઝિટર વિઝા જારી કરાયા હતા, જે ૨૦૧૫ પછીના કોઈપણ નાણાકીય વર્ષ કરતાં વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.