Western Times News

Gujarati News

ઓગણજ, ગોતા અને દરિયાપુર જેવા અર્બન હેલ્થ સેન્ટરના મકાનો સાવ જર્જરિત હાલતમાં

File Photo

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સમાન્ય લોકોની આરોગ્ય સુકાકારી માટે દરેક વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર ચલાવાઈ રહ્યાં છે. આ અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓના વિવિધ ટેસ્ટ નિઃ શુલ્ક કરવામાં આવે છે તેમજ તેમના રોગોનું નિદાન કરીને નિઃશુલ્ક સારવાર પણ આપવામાં આવે છે.

હાલના મોંઘવારીના સમયમાં ખાનગી દવાખાના પરવડતા ન હોવાથી હજારો દર્દીઓ આ મ્યુનિસિપલ દવાખાનાનો લાભ લે છે. ઘરઆંગણે અર્બન હેલ્થ સેન્ટર ગરીબ દર્દીઓને ભારે આશીર્વાદરૂપ બન્યા છે. દરમિયાન, શહેરના ઓગણજ, ગોતા અને દરિયાપુર જેવા અર્બન હેલ્થ સેન્ટરના મકાનો જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદો ઊઠી છે.

મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ૮૪થી વધુ અર્બન હેલ્થ સેન્ટરનો લાભ નાગરિકોને અપાઈ રહ્યો છે. આ અર્બન હેલ્થ સેન્ટરને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે તંત્રે નવો અભિગમ અપનાવ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં દર્દીઓને તેમના હેલ્થ રિપોર્ટની પ્રિન્ટેડ કોપી પણ આપવામાં આવે. દર્દીઓનો મોબાઈલ પર વ્હોટ્‌સએપથી રિપોર્ટ મોકલાવાશે તેમજ આ રિપોર્ટનો ઈ-મેઈલ પણ કરવામાં આવશે .

દર્દીઓ માટેની આ નવી સગવડ માટે મ્યુનિસિપલ તિજારીમાંથી આશરે ૬૦થી ૭૦ લાખ રૂપિયા ખર્ચાવાના છે. એક તરફ આરોગ્ય વિભાગ અર્બન હેલ્થ સેન્ટરને વધુને વધુ સગવડયુક્ત બનાવવા જઈ રહ્યો છે. ગરીબ દર્દીઓને અત્યાર સુધી તેના કેસ પેપરમાં રિપોર્ટ લખી આપવામાં આવતો હતો, જે હવે પ્રિન્ટેડ કોપીમાં અલગથી મળવાનો હોવાથી દર્દી અન્ય સરકારી કે ખાનગી ડોક્ટરનો બીજા કે ત્રીજા અભિપ્રાય પણ મેળવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.