અભિનેત્રી યામી ગૌતમને ઈંડસ્ટ્રીમાં ૧૦ વર્ષ થઈ ગયા છે
મુંબઈ, બાલિવૂડ બ્યૂટી યામી ગૌતમ આજે સોમવારે તેનો ૩૫મો બર્થડે પતિ અને પરિવાર સાથે ઉત્સાહભેર સેલિબ્રેટ કરી રહી છે. યામીએ ૨૦૧૨માં ફિલ્મ ‘વિક્કી ડોનર’થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ હિટ સિદ્ધ થઈ અને યામીના કામ તથા સુંદરતા બન્નેના ખૂબ વખાણ થયા.યામી ગૌતમ આજે મોટું નામ છે. આ સુંદર અભિનેત્રી યામી ગૌતમને ઈંડસ્ટ્રીમાં ૧૦ વર્ષ થઈ ગયા છે.
જા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓના ભણતરની વાત કરીએ તો યામી ગૌતમનું નામ પણ ઘણું ઊંચું આવશે, કારણ કે અભિનેત્રી અભ્યાસમાં ઘણી આગળ હતી. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જન્મી યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મોના ડાયરેકટર છે. યામી વિશે એક રસપ્રદ માહિતી એ છે કે બોલિવૂડમાં આવતા પહેલા તેણે કન્નડ, પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
યામીની બહેન સુરીલી ગૌતમ પણ પંજાબી ફિલ્મોની અભિનેત્રી છે. તેણે ‘પાવર કટ’થી પંજાબી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. યામીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં એક મોટા પ્રોડક્શન હાઉસ અને ખૂબ જ લોકપ્રિય કાÂસ્ટંગ ડિરેક્ટરને ઓડિશન આપ્યું હતું. દિગ્દર્શકે મને કહ્યું કે તારું ઓડિશન સારું હતું તે સાંભળીને હું ખુબ ખુશ થઈ હતી.આ પછી તેણે કહ્યું, તમે શોર્ટલિસ્ટ પણ થઇ ગયા છો.
પરંતુ સમસ્યા એ છે કે તમારે તમારી ઉંમર પ્રમાણે કપડાં પહેરવા જાઈએ. તમે આવા કપડાં કેમ પહેર્યા છે? ઉલ્લેખનીય છે કે, યામી બાળપણમાં ઓફિસર બનવાનું સપનું જાયું હતું. પરંતુ ભાગ્યએ તેના માટે કંઈક બીજું જ આયોજન કર્યું હતું. યામીએ એલએલબીનો અભ્યાસ કર્યો છે. માત્ર ૨૦ વર્ષની ઉંમરે અભિનેત્રીએ જે શાળા અને કોલેજમાં ટોચના વિદ્યાર્થીઓમાંથી એક હતી,
તેણે નક્કી કર્યું કે તે અભિનયમાં કારકિર્દી બનાવશે. જેને પગલે તે મુંબઇ આવી પહોંચી. યામીના કરિયર અંગે વાત કરીએ તો ડેઈલી સોપ ‘ચાંદ કે પાર ચલો’માં લીડ રોલથી ડેબ્યૂ કરનાર યામી ગૌતમે અનેક જાહેરાતો અને અન્ય સિરિયલોમાં કામ કર્યું છે. આ પછી વર્ષ ૨૦૧૨માં આયુષ્માન ખુરાના સાથે ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી હતી. ફિલ્મ’વિકી ડોનર’થી અભિનેત્રીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’, ‘બાલા’, ‘દસવી’ ની જેવી ફિલ્મોમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી છે.SS1MS