ચોરીવાડ ગામે પૂ. રામજીબાપાનો સત્સંગ સમારોહ યોજાયો
(પ્રતિનિધિ)મોડાસા, ઇડર તાલુકાના ચોરીવાડ ગામે પૂ.રામજીબાપા(ધોલવાણી)નો સત્સંગ સમારોહ યોજાયો હતો.વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો,મુમુક્ષુઓને સત્સંગના અમૃત વચનોનો અમૂલ્ય બોધ આપતાં પૂ.રામજીબાપાએ જણાવ્યું કે દેહના ભાવ છે ત્યાં સુધી ભક્તિના ભાવ છેટા છે. એ નક્કી કરવું પડે કે હું કોણ છું?ક્યાંથી થયો છું? મારું ખરું શું સ્વરૂપ શું છે એ ઓળખીએ અને આત્મકલ્યાણ માર્ગે વળીએ ત્યાં ઠરીએ અને જ શાશ્વત આનંદની અનુભૂતિ કરીએ.
તારીખ ૩૦ ૧૧ ૨૦૨૩ ને ગુરૂવારના રોજ ચોરીવાડ (ઇડર) ગામે યોજાયેલ સત્સંગ સમારોહમાં પરમ પૂજ્ય રામજીબાપા (ધોલવાણી), પરમ પૂજ્ય શાસ્ત્રી દાદા,પૂજ્ય પ્રકાશપ્રભુ તથા અન્ય સંતો મહંતોએ પધારી આત્માને કલ્યાણ અર્થે ઉપસ્થિત મુમુક્ષુઓને સીધી સાદી અને સરળ ભાષામાં આત્માના ઉદ્ધાર અર્થે શ્રીમદ રાજચંદ્ર પ્રભુ ,શ્રીમદ રામજીબાપા, શ્રીમદ નાથુબાપા, શ્રીમદ જેસીંગ બાપાના બોધવચનોનું પાન કરાવતા શ્રીમદ રામજીબાપા (ધોલવાણી) જણાવ્યું કે આગળના સત્પુપુરુષોનું યોગબળ શું કામ કરે છે એ આજે દેખાય છે ,આપણે બધા આત્મભાવે ભેગા થયા છીએ .
શ્રીમદ રાજચંદ્ર પ્રભુને પણ લોકોએ પ્રશ્ન કર્યા છે કે આત્મા આવો છે તો મોક્ષ કેમ નથી થતો. તો લખ્યું છે કે કરતા ભોક્તા જીવ હો પણ તેનો નહીં ,મોક્ષ વિત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ આપને અનંતકાળથી આથડ્યા છીએ , વિનાભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન.
આપણને આત્મજ્ઞાની પુરુષો મળ્યા એટલે અંત આવી ગયો. એમના બોધ વચન પ્રમાણે જીવન જીવવું પડે પઆત્માને આગળ રાખીને વર્તવું પડે. દેહના ભાવ છે ત્યાં સુધી ભક્તિ નથી સંસાર છે.
તારી વારે વાર નહીં એક પલકા ઉધારા એવા પુરુષોનું યોગબળ આજે કામ કરે છે આવીને આવી શાંતિ, આવાને આવા ભાવ,આવો પ્રેમ જાળવી રાખવો પડે એ નક્કી કરવું પડે કે હું કોણ છું?ક્યાંથી થયો છું? શું સ્વરૂપ છે મારું ખરું?કોના સંબંધે વરગણા રાખવું કે પરહરું? બાવજી કહ્યું છે કે અવળા છો તે હાવડા ફરી જાવ ને તો ભગવાન તો તમારી નજીકમાં નજીક છે સત્પુરુષ મળ્યા એ તો ધરતીનો છેડો આવી ગયો. કરવું એ કોઈ નથી ને જોઈતું એ કોઈ નથી પણ આટલી આપણે ધીરજ નથી શાંતિ નથી.
ભક્તિમાં આત્મા કરતા આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે આત્મા તો પરમાત્માના લોકોમાંથી આવે છે. અમર લોકોમાંથી આવે છે. નિર્મોહી મોહ કરવા જાય તો એ ના થાય આપનું મન ભટકતું હોય તો આપને આ વાતને ના પામી શકીએ. ઠરતા પાણીમાં મોઢું દેખાય એમ આપણું મન શાંત જોઈએ.
મહાપુરુષોનો તો એક જ સિદ્ધાંત છે ઠરો,શાંતિ પામો,આત્માઓ છો એક સૂર્ય જેમ આખા વિશ્વને પ્રકાશ આપે છે.એમ એક આત્મા આપણા બધામાં બેઠો છે એ વિસારવું નહિ.