Western Times News

Gujarati News

ધોની ઝારખંડ BJPના નેતાઓ સાથે જોવા મળી રહ્યો છે- શું રાજકારણમાં આવશે?

ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રાજકારણમાં આવશે?

(એજન્સી)નવી દિલ્હી, શું ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) રાજકારણમાં પ્રવેશ કરશે? વાસ્તવમાં, એમએસ ધોનીની એક તસવીર સામે આવી છે, જેના પછી તેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.

આ તસવીરમાં ધોની ઝારખંડ ભાજપના નેતાઓ સાથે જાવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ધોની રાંચી એરપોર્ટથી મુંબઈ જવા રવાના થઈ રહ્યો હતો. એરપોર્ટના વીઆઈપી લોન્જમાં જ ધોની બીજેપીના નેતાઓને મળ્યો જેઓ ત્યાં ગૃહમંત્રી અમિત શાહને મળવા આવ્યા હતા. ધોની સાથેની મુલાકાત દરમિયાન બીજેપી નેતાઓએ માત્ર તેની સાથે વાત કરી ન હતી પરંતુ તેની તસવીરો પણ ક્લિક કરી હતી. Dhoni is seen with Jharkhand BJP leaders- Will he enter politics?

એરપોર્ટ પર ધોનીને જાઈને ભાજપના નેતાઓ પોતાને રોકી શક્યા નહોતા અને એક પછી એક તમામ નેતાઓ ધોનીને મળ્યા હતા. બેઠક દરમિયાન કાંકેના ધારાસભ્ય સમરીલાલે તેમની સાથેની ઘણી જૂની યાદો તાજી કરી. ધારાસભ્ય સમરીલાલે કહ્યું કે તેણે ધોનીને તેની જૂની યાદો તાજી કરાવી. જેમાં તેણે જણાવ્યું કે તે ક્યારેક રિમ્સ પાસે મેચ રમવા આવતો હતો.

ધોનીએ જૂની યાદો પણ તાજી કરી અને ધારાસભ્ય સમરીલાલ સાથે થોડો સમય વાત કરી. ધારાસભ્ય સમરી લાલ ઉપરાંત રાજ્યસભાના સાંસદ દીપક પ્રકાશ પણ મહેન્દ્ર સિંહ ધોનીને એરપોર્ટ પર મળ્યા હતા. તેણે કહ્યું કે ધોનીનું જૂનું ઘર પણ બીજેપી ઓફિસની બાજુમાં જ હતું. આવા સંજાગોમાં અમે તેને મળવાનું ચાલુ રાખ્યું. કહેવામાં આવી રહ્યું છે કે દીપક પ્રકાશે ધોની સાથે વર્લ્ડ કપમાં ભારતીય ટીમના પ્રદર્શન અંગે પણ ચર્ચા કરી હતી.

તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતો છે. ડિસેમ્બર ૨૦૧૪માં તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું, કારણ કે ધોની ૯૦ ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ કારણે બધાએ વિચાર્યું કે તે (મહેન્દ્ર સિંહ ધોની) ઓછામાં ઓછી ૧૦૦ ટેસ્ટ મેચ રમશે. ધોની ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વનડે મેચ રમી રહ્યો હતો.

૨૦૧૯ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામેની મેચ રમ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ આગામી એક વર્ષ સુધી કોઈ આંતર રાષ્ટÙીય મેચ રમી ન હતી. આ પછી, વર્ષ ૨૦૨૦ માં ઓગસ્ટ મહિનામાં, ધોની (મહેન્દ્ર સિંહ ધોની) એ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.