Western Times News

Gujarati News

એમએસ ધોની ૩.૫ કરોડની મર્સિડીઝ ચલાવતો દેખાયો

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં જાઈએ તો, તેમણે હાલમાં જ ૩.૫ કરોડની મર્સિડીઝ-એએમજી જી૬૩ એસયૂવી ખરીદી હતી. હવે તેઓ ઝારખંડના રસ્તા પર આ ગાડી ચલાવતા જાવા મળ્યા હતા. આ કારની સૌથી ખાસ વાત એ છે કે, તેનો નંબર ૦૦૦૭ છે. જે તેમની જર્સીનો પણ નંબર છે. કેપ્શન કૂલની કાર ફેન્સને ખૂબ જ પસંદ આવી છે.

હાલમાં ધોની ઈંસ્ટાગ્રામ પર ટ્રેંડ કરી રહ્યો છે. સાથે જ તેમનો કાર સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મર્સિડીઝ-એએમજી જી૬૩ એસયૂવી કાર ચલાવતા દેખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ભારતના પૂર્વ કપ્તાન પોતાના દમદાર કાર પ્રત્યે પ્રેમના કારણે ઘણી વાર ચર્ચામાં આવી ચુક્યા છે અને ફરી એક વાર તે આ કારણથી ઈંસ્ટાગ્રામ પર ટ્રેંડ કરી રહ્યા છે. એમએસ ધોનીને એક પાવરફુલ મર્સિડીઝ-એએમજી જી ૬૩ ચલાવતો દેખાય છે. જેની કિંમત ૩.૫ કરોડ રૂપિયા છે.

આ એસયૂવીએ તેનાથી પણ વધારે ખાસ વાત છે તેની વીઆઈપી રજિસ્ટ્રેશન પ્લેટ છે. જેનો નંબર ૦૦૦૭ છે. એમએસ ધોનીના ટેનિસ પાર્ટનર સુમિત કુમાર બજાજે તેનો વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં દિગ્ગજ ક્રિકેટર મર્સિડિઝ એસયૂવી ચલાવતા દેખાઈ રહ્યા છે. મર્સિડિઝ-એએમજી જી૬૩ એમએસ ધોનીના ગેરેજમાં લેંડ રોવર ડિફેંડર અને જીપ ટ્રેલહોક ઉપરાંત કેટલીય લક્ઝૂરી ગાડીઓ છે.

મર્સિડીઝ બેંઝ જી ક્લાસ દુનિયાભરમાં સૌથી લોકપ્રિય લક્ઝૂરી એસયૂવીમાંથી એક છે અને મુકેશ અંબાણીથી લઈને કેટલીય ભારતીય હસ્તીઓ પાસે છે. ધોનીની માફક મર્સિડીઝ-એએમજી જી૬૩ પોતાની અનુકૂલન ક્ષમતા, વિશ્વસનીયતા અને લાંબી ઉંમર માટે ઓળખાય છે. એસયૂવી ૪ લીટર Âટ્‌વ ટર્બોચાર્જર વી૮ દ્વારા સંચાલિત છે, જે ૫૭૬ બીએચપી અને ૮૫૦ એનએમ ટોર્ક ઊભી કરે છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો છ લાખથી વધારે લોકોએ જાયો છે. તો વળી ૬૬ હજાર લોકો તેને લાઈક કરી ચુક્યા છે. તેની સાથે જ કેટલાય લોકોએ એમએસ ધોનીના આ વીડિયોને જાઈને પોતાના રિએક્શન આપ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, માહીનો ઝલવો છે, તેની સાથે જ બીજા શખ્સે ફાયરવાળું ઈમોજી સાથે પોતાનું રિએક્શન આપ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.