Western Times News

Gujarati News

૨૦૨૪ માટે બાબા વેંગાએ કરી છે ૭ ખતરનાક ભવિષ્યવાણી

નવી દિલ્હી, બાબા વેંગાએ અનેક એવી ભવિષ્યવાણીઓ કરી છે, જે સાચી પણ પડી છે. કોઇ વૈÂશ્વક આપદા હોય કે પછી મોટુ પરીવર્તન હોય બાબા વેંગાની વાતો સાચી પડવાથી ઘણા લોકો તેમને ખૂબ માને પણ છે. તેમણે લગભગ ત્રણ દાયકા પહેલા જ દુનિયાને અલવિદા કહી દીધું છે. પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી આગાહીઓ હજુ પણ વિશ્વની દિશા નક્કી કરે છે.

બાબા વેંગાએ વર્ષો પહેલા અમેરિકા પર ૯/૧૧ના હુમલાની અને બ્રિટનમાં થયેલ બ્રેÂગ્ઝટ વિશે ભવિષ્યવાણી કરી હતી. દરેક વર્ષના અંતે બાબા વેંગાની આગામી વર્ષ માટે વિશ્વને શું ચેતાવણી છે તેના પર નજર કરવામાં આવે છે. હવે વર્ષ ૨૦૨૩ પૂર્ણ થવાના આરે છે અને તેમના દ્વારા ૨૦૨૪ માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી વિશેની માહિતી હવે દુનિયાની સામે આવી છે, જે ખૂબ જ ખતરનાક અને ડરામણી છે.

આપને જણાવી દઇએ કે, બાબા વેંગા એક અંધ મહિલા હતી. તેમને બાલ્કનના ના†ેદમસ પણ કહેવામાં આવે છે. તેમના દ્વારા કરવામાં આવેલી ૮૫ ટકા ભવિષ્યવાણીઓ એકદમ સાચી સાબિત થઇ છે. એવું કહેવાય છે કે, બાળપણમાં જ તેઓ એક તોફાનના કારણે પોતાની આંખો ગુમાવી બેઠી હતી. પરંતુ તે પછી તેને ટૂંક સમયમાં જ તેની દિવ્યદર્શી શÂક્તઓ પણ મળી હતી. તે બલ્ગેરિયાની રહેવાસી હતી.

૧૯૯૬માં ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તો ચાલો આપણે જાણીએ કે બાબા વેંગાએ ૨૦૨૪ માટે શું આગાહી કરી છે. રશિયાના રાષ્ટÙપતિ વ્લાદિમીર પુતિન માટે માઠા સમાચાર છે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે આવતા વર્ષે પુતિનના જ દેશના કોઈ વ્યÂક્ત દ્વારા તેની હત્યા કરવામાં આવશે. ક્રેમલિને સતત પુતિનને કેન્સર હોવાની વાતનો ઇનકાર કર્યો છે. તેમની સુરક્ષા પણ વધારવામાં આવી રહી છે.

બાબા વેંગાએ ખતરનાક હથિયારો અંગે ભવિષ્યવાણી કરી છે. તેમણે દાવો કર્યો છે કે આગામી વર્ષમાં એક મોટો દેશ જૈવિક હથિયારોનું પરીક્ષણ કરશે અથવા તો તે હુમલો કરશે. તેમણે એ વાતની પણ ભવિષ્યવાણી કરે છે કે યૂરોપમાં આતંકવાદીઓ દ્વારા અલગ અલગ શહેરોમાં હુમલાઓ કરવામાં આવશે. બલ્ગેરિયાના ભવિષ્ય વક્તાનો દાવો છે કે આવતા વર્ષે મોટું આર્થિક સંકટ આવશે.

જેના કારણે વૈÂશ્વક અર્થવ્યવસ્થા પડી ભાંગશે. દેવાનું સ્તર, ભૂ-રાજકીય તણાવ અને આર્થિક શÂક્તઓનું પશ્ચિમથી પૂર્વ તરફ સ્થળાંતર જેવા કારણો જવાબદાર હોઇ શકે છે. બાબા વેંગાએ આગાહી કરી છે કે, પૃથ્વી પર આવતા વર્ષે કુદરતી આફતો અને ખરાબ હવામાનની અસર જાવા મળશે. તેમના જણાવ્યા અનુસાર પૃથ્વીની કક્ષામાં ફેરફાર થશે. આ ખૂબ જ ઓછા સમય માટે હશે, પરંતુ તેના કારણે ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસર જાવા મળશે.

તેમજ રેડિએશનનું જાખમ પણ રહેશે. આગામી વર્ષે વિશ્વમાં સાયબર એટેકનું જાખમ પણ વધશે. એડવાન્સ્ડ હેકર્સ પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્‌સ જેવા નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરશે. બાબા વેંગાએ આગાહી કરી છે કે આનાથી રાષ્ટÙીય સ્તરે સુરક્ષાનો ખતરો ઉભો થશે. બાબા વેંગાના જણાવ્યા પ્રમાણે, મેડિકલ ફિલ્ડમાંથી સારા સમાચાર સામે આવી શકે છે. અલ્ઝાઈમર સહિતના અસાધ્ય રોગો માટે નવી સારવાર ઉપલબ્ધ થશે. તેમણે એવી પણ આગાહી કરી છે કે ૨૦૨૪માં કેન્સરની સારવાર શક્ય બનશે. બાબા વેંગાનો દાવો છે કે, આવતા વર્ષે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં મોટી શોધ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.