ભાજપ મુખ્યાલયમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું
આત્મ નિર્ભરતાની જીતઃ મોદી
નવી દિલ્હી, મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજયોમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે આ ચુંટણીમાં દેશને જાતિઓમાં ભાગલા પડાવવાનો ઘણો પ્રયાસ થયો હતો પરંતુ મતદારોએ તેનો જવાબ આપી દીધો છે મારા મતે માત્ર ચાર જ જાતિ છે
જેમાં નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂતો અને ગરીબોનો સમાવેશ થાય છે. આ ચારેય જાતિને સશક્ત કરી દેશને સશક્ત કરવાનો મારો નિર્ધાર છે. તેમણે જણાવ્યું હતું કે આજની જીત ઐતિહાસિક છે અને આજે પણ સબકા સાથ સબકા વિકાસની ભાવના જીવંત છે. આ ચુંટણી પરથી સાબિત થયું છે કે જા દેશમાં જા કોઈ ગેરંટી હોય તો તે મોદીની ગેરંટી છે. તેમણે કહ્યું હતું કે આ ચુંટણીમાં વિજય આત્મનિર્ભરતાનો અને સબકા સાથ સબ કા વિકાસનો થયો છે.
सपने नहीं हकीकत बुनते हैं, तभी तो सब मोदी को चुनते हैं!
Victory celebrations at BJP headquarters in New Delhi.https://t.co/nrn170LBS1
— BJP Delhi (@BJP4Delhi) December 3, 2023
મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સરંક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગણાની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી છે.
“ભવ્ય વિજયની ભવ્ય ઉજવણી”
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલ ભવ્ય વિજયની ઉજવણી માટે નવી દિલ્લીમાં ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલ વિજયોત્સવમાં સૌ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી#ModiKiGuarantee pic.twitter.com/0VCLO4lIc8
— BJP Gujarat (@BJP4Gujarat) December 3, 2023
તેમણે કહ્યું કે જનતા જનાર્દનને નમન! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે. પીએમ મોદીએ કહ્યું હતું કે હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો ભાજપ પર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું.