Western Times News

Gujarati News

ગુજરાતમાં ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો

ત્રણ રાજ્યોમાં ભાજપના વિજય બાદ કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપÂસ્થતિમાં ઉજવણી: લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જીતવાનો સીઆર પાટીલે આશાવાદ વ્યક્ત કર્યો

(એજન્સી)અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના ભવ્ય વિજયના પગલે દેશભરમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ ગાંધીનગર, અમદાવાદ ઉપરાંત જિલ્લા કક્ષાએ ભાજપના કાર્યકરો દ્વારા મીઠાઈઓ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી અને ઠેરઠેર આતશબાજી પણ કરાઈ હતી.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીને અભિનંદન પાઠવી આગામી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાંથી તમામ બેઠકો જીતવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. પ્રદેશ ભાજપના નેતાઓએ પણ આ ઉજવણીમાં જાડાઈ ખુશી વ્યકત કરી હતી.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ અમદાવાદ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ ધારાસભ્યો અને કોર્પોરેટરો એકઠા થયા. આ દરમ્યાન ઢોલ નગારા સાથે ગરબા ગાઈને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. કાર્યકર્તાઓનું કહેવું છે કે પીએમ મોદીએ સાર્વજનિક રેલીઓ કરી અને લોકોને અપીલ કરીઆ ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામમાં ભાજપનો વિજય થયો છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપÂસ્થત રહ્યા હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢ આ ૩ રાજ્યમાં ભાજપે પોતાના સાંસદ અને દિગ્ગજ નેતાઓને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે.

અમદાવાદ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા.
અમદાવાદના કાર્યકર્તાઓ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા અને મોદી સરકારના કામો અંગે વાત કરી હતી.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢમાં ભાજપની થયેલી જીતની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતના તમામ કાર્યાલયો પર પણ ઉજવણી કરવામાં આવી રહી છે. કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે ઝ્રસ્ પહોંચ્યા હતા જે દરમ્યાન લોકોમાં ઉત્સાહનો માહોલ જાવા મળ્યો હતો.

દેશની ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની જીત દાખલ કરી છે જેને લઇને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉત્સાહનો માહોલ છે. નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ સી.આર પાર્ટીલે હાજરી આપી હતી સ્નેહ મિલન કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા છે. ૧૦,૦૦૦ થી વધુ લોકોને સંબોધ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ની ૨૬ લોકસભા બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

આ સાથે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ મોટી જીત મેળવી છે જેને લઈને જશ્નનો માહોલ શરૂ થયો છે ત્યારે નવસારી જિલ્લાની બેઠકના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે ધાર જિલ્લામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મધ્યપ્રદેશ વિધાનસભામાં આદીજાતિ મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે અને ૮૦ જેટલી વિધાનસભા બેઠકો પર તેમનું પ્રભુત્વ જાવા મળે છે. આદિવાસી વિધાનસભા બેઠકો પર મહત્વની ભૂમિકા ભજવનાર નરેશભાઈ પટેલે આ વિસ્તારોમાં ખાસ વાતચીત કરી હતી.

રાજ્યોના ચૂંટણી પરિણામને લઈ ગુજરાત રાજ્ય મંત્રીઓના નિવેદન સામે આવી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપણા જણાવ્યું છે કે ચૂંટણી પરિણામોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીત છે. લોકોએ મોદીને વોટ આપ્યા છે. કોંગ્રેસને જાકારો આપ્યો છે. આ ચૂંટણી પરિણામ પરથી સાબિત થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચહેરો છે.

લોકસભામાં પણ ઐતિહાસિક જીત મળશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ ૪ રાજ્યોના ચૂંટણી પરિણામો પર નિવેદન આપ્યું છે કે ચૂંટણી પરિણામ એક ટ્રેલર છે. પિક્ચર અભી બાકી હે, લોકસભાની ચૂંટણીમાં મોદી પ્રધાનમંત્રી બનશે. પ્રધાનમંત્રીની લોક ચાહના વૈÂશ્વક છે. આ ચૂંટણીમાં લોકોએ ભાજપને પસંદ કરી છે. આનાથી સારું પરિણામ લોકસભામાં આવશે.

ચૂંટણી પરિણામને લઈ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈ ચાલી રહેલી અટકળોને લઈ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી કોણ બનશે વસુંધરા રાજે કે અન્ય ચહેરો તેના સવાલના જવાબમાં પૂર્ણેશ મોદીએ કહ્યું કમળ જ મુખ્યમંત્રીનો ચહેરો છે. જે મુખ્યમંત્રી હશે એ ભાજપનો હશે. ભાજપની અભૂતપૂર્વ જીત થઇ છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં પણ સારું પરિણામ મેળવીશું, તેવું પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં બહુમતી સરકાર બનાવી લીધી છે. જ્યારે કોંગ્રેસે તેલંગાનામાં સરકાર બનાવી છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને જીત થશે એવું ભાજપના મંત્રીઓ માની રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.