બિલ્ડરો, ફાર્મા કંપની, કેબલ, ગુટખા ઉત્પાદકો પર તવાઈ

રાજયભરમાંથી એક જ મહીનામાં બે હજાર કરોડની કરચોરી પકડાઈ
(એજન્સી)અમદાવાદ, આવકવેરા વિભાગે એક જ મહીનામાં અમદાવાદ વડોદરા, ધાગધ્રા અને ગાંધીધામમાં પાંચ બિલ્ડર ગ્રુપ પાંચ કેમીકલ અને ફાર્મા કંપનીઓ, અમદાવાદમાં ફટાકડાના વેપારી અને કેબલ વાયર બનાવતા કાબરા બ્રધર્સને અને ગાંધીધામમાં ગુટખા બનાવતા યુનીટના સંચાલકોને ત્યાં દરોડા પાડીને અંદાજે ર હજાર કરોડની કરચોરી શોધી કાઢી છે.
હાલ તમામ કેસોની તપાસ ચાલી રહી છે. અને માર્ચ મહીનાના અંતે સુધીમાં ટેક્ષની રીકવરી કરવાની કવાયત ચાલી રહી છે. આઈટીએ દરોડામાં ૩પ કરોડની અંદાજીત રોકડ રકમ, રપ કરોડની રોકડ રકમ અને પ કરોડનું જવેરાત જપ્ત કર્યું છે. અને ૧૦૦થી વધારે સીલ કરાયા છે. અમદાવાદ વડોદરા, મુબઈ અને દિલ્હી ઈન્કમટેક્ષ વિભાગે ગુજરાતમાં દરોડા પાડીને એક મહીનામાં બે હજાર કરોડની કરચોરી અંગેના વાંધાજનક દસ્તાવેજા જપ્ત કર્યા છે.
અમદાવાદના સ્વાતી ગ્રુપ મહેશરાજ ગ્રુપ, શેલડીયા ગ્રુપ, શિપરમ સ્કાવય ગંરુપ અને અવિરત ગ્રૂપ અને બ્રોકરો રાજેશ દેસાઈ અને રાજેશ ઠકકર સહીતના બિલ્ડર ગ્રૂપના ત્યાં દરોડા પાડયા હતા. વડોદરામાં વાયર બનાતી કંપની આર.આર.કેબલ અને ધ્રાંગધ્રાની ડીસીડબલ્યુ ધાગધ્રા કેમીકલલ વકર્સમાં દરોડાની તપાસ હજુ ચાલુ છે. અમદાવાદમાં રાયપુરના અંબીકા ફાયર ફેકર્સના ત્યાં દરોડામાં માલીકને ત્યાંથી ૭ કરોડની રોકડ પકડાઈ હતી.