Western Times News

Gujarati News

કેડીલાના CMD સામે લગાવેલા આરોપ મુદે યુવતીએ હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામકરતી મુળ બલ્ગેરીયાની યુવતીએ જાતીય સતામણી સહીતની ગંભીર કલમો હેઠળ ફરીયાદ નોધવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી રીટ અરજીમાં આજે અરજદાર યુવતી તરફથી સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં તેણીની અને સીનીયર પોલીસ ઓફીસર વચ્ચે થયેલી વાતચીતની ઓડીયો કલીપની ટ્રાન્સ્ક્રીપ્ટ રજુ કરવામાં આવી હતી.

આ કેસમાં મુખ્ય સરકારી વકીલ હાજર થવાના હોવાથી સરકાર પક્ષ તરફથી મુદતની માંગણી કરવામાં આવી હતી. જાકે, અરજદારના વકીલ તરફથી કોર્ટને જણાવાયું હતું કે આ બહુ ગંભીર અને સંવેદનશીલ પ્રકારનો કેસ છે જેમાં ખુદ એક સીનીયર પોલીસ ઓફીસર દ્વારા અરજદાર યુવતીને કેડીલા કંપનીના એમડી રાજીવ મોદી વિરૂધ્ધની ફરીયાદ પાછી ખેચી લેવા માટે દબાણ કરાયું હતું.

અને તેણીને સમાધાન કરાવડાવી અરજી પાછી ખેચાવડાવી હતી. અરજદારપક્ષ કેસની સુનાવણી માટે તૈયાર છે. જા કે, સરકારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. કે આ કેસમાં મુખ્ય સરકારી વકીલ હાજર થવાના છે. અને તેઓ હાલ અત્યારે ઉપ્લબ્ધ નથી, તેથી અદાલતને વિનતી છે કે, કાં તો મેટર મોડેથી રાખવામાં આવે અથવા તો અન્ય કોઈ તારીખે આપવામાં આવે છે. જેથી હાઈકોર્ટમાં કેસની વધુ સુનાવણી તા.૮મી ડીસેમ્બર પર રાખી હતી. પરંતુ સાથે સાથે સરકારપપક્ષને ટકોર કરફી હતી. કે કેસમાં હવે કોઈ તારીખ અપાશે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.