Western Times News

Gujarati News

બદલી અટકાવવા માટે- ઈચ્છીત સ્થળે બદલી માટે પોલિસ કર્મચારીઓનું લોબિંગ શરૂ

પ્રતિકાત્મક

પાંચ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા ૧૦૦૦ પોલીસકર્મીની બદલીનું લીસ્ટ તૈયાર

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ પોલીસ કમીશ્નર તરીકે ચાર્જ સંભાળીને જ્ઞાનેન્દ્ર મલીકે ત્રણ મહીનામાં ૭૦ ઈન્સ્પેકટરોની આંતરીક બદલી કરી હતી. એક જ પોલીસ મથકમાં સાત વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા 1024 પોલીસકર્મીઓની બદલી કરી હતી. અમદાવાદ પોલીસમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં બદલી થઈ હોય તેવો પ્રથમ બનાવ હતો.

કમીશ્નરને ત્રણ તબકકામાં બદલી કરવા એધાણ આપી દીધા હતા. જેના ભાગરૂપે પ વર્ષ કેતેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહેલા. ૧૦૦૦થી વધુ કર્મચારીઓનું લીસ્ટ તૈયાર કરી દેવાયયું છે. આગામી દિવસોમાં તેનો અમલ કરાશે. ત્યારબાદ ૩ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલીનો ગંજીફો ચિપાશે.

પોલીસ અધિકારીઓની જે રીતે ત્રણ વર્ષ બદલી થઈ જતી હોય છે. તેવી જ રીતે એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓની પણ ત્રણ વર્ષે આંતરીક બદલી કરી દેવાની હોય છે. પરંતુ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એેસઆઈની બદલીઓ પર અધિકારીઓ ધ્યાન આપતા નથી. કોઈ વિવાદ કે ફરીયાદ હોય તો પોલીસકર્મીઓની આંતરીક બદલીઓ કરવામાં આવતી હોય છે.

જેને પગલે અમદાવાદમાં જુદી જુદી એજન્સીઓ તથા જુદા જુદા પોલીસ મથકોમાં ચોકકસ કર્મચારીઓ વર્ષોથી અડીગો જમાવીને બેસી ગયા હતા. આવા પોલીસકર્મીઓના ચોકકસ પોલીસ મથકમાં એવી છાપ ઉભી કરી હતી કે તેમના વગર પોલીસ સ્ટેશન ચાલશે નહી. આવા તમામ લોકોનું લીસ્ટ બનાવવા માટે કમીશનરે આદેશ આપી દિવાળી ટાણે જ ૧૦ર૪ કર્મચારીઓઅની બદલી કરી હતી.

હવે પ વર્ષ કે વધુ સમયથી એકજ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓનું લીસ્ટ તૈયાર છે. બદલી અટકાવવા અથવા ઈચ્છીત જગ્યાએ બદલી થાય તેના માટે કર્મચારીઓએ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓની ભલામણ કરાવવા લાગ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.