Western Times News

Gujarati News

ગર્ભવતી નર્સના આપઘાત કેસમાં સાસરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ

Files Photo

સાસરિયાંએ માર મારતા પરિણીતાએ મોડી રાતે ગળે ફાંસો ખાઈ લીધો, સાસરિયા આખો પગાર હડપ કરી લેતા હતા

અમદાવાદ, સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ગળે ફાંસો ખાઈ લેવાના ચકચારી ખિસ્સામાં નિકોલ પોલીસે ગઈકાલે પતિ, સાસુ, સસરા સહિત પાંચ લોકો વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. પરિણીતા ગર્ભવતી હતી અને તેને દાળ-ભાત ખાવાની ઈચ્છા હતી પરંતુ સાસુએ તેને બનાવી આપ્યા નહીં.

પરિણીતા હોટલમાં જઈને દાળ ભાત ખાઈને આવી ત્યારે તેના સાસરિયાએ તેને માર મર્યા હતો. સાસરિયાએ પરિણીતાનું અપમાન કર્યું હોવાના કારણે તેણે મોડી રાતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિણીતા નર્સ હોવાના કારણે તેનો પગાર પણ સાસરિયા હડપ કરી લેતા હતા પરિણીતાને શારીરિક ખોડ હોવાથી તેને મળતી સહાય પણ સાસરિયા હડપ કરી લેતા હતા.

ભાવનગર ખાતે રહેતા પુરૂષોત્તમભાઈ ભૂતે નિકોલ પોલીસ સ્ટેશનમાં જમાઈ કમલેશ સાંગાણી, વેવાઈ રવજીભાઈ સાંગાણી, વેવાણ જમનાબહેન સાંગાણી, અંકિત અને ભાવના સાંગાણી (તમામ રહે. જીવરાજ પાર્ક સોસાયટી, નિકોલ) વિરૂદ્‌ભ ઘરેલુ હિંસાની તેમજ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. પુરૂષોત્તમભાઈ જન્મથી વિકલાંગ છે અને છેલ્લા પાંચ વર્ષથી નિવૃત્ત છે.

ભાવનગરના પુરૂષોત્તમભાઈ હાલ પરિવાર સાથે સુરતમાં રહે છે. પુરૂષોત્તમભાઈની દીકરી કાજલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સ છે. પુરષોત્તમભાઈના દીકરા અને દીકરીના લગ્ન સામા સાટે કરેલા છે. રવજીભાઈના દીકરા સાથે થયા છે. જ્યારે કાજલના લગ્ન રવજીભાઈના પુત્ર કમલેશ સાથે થયા હતા. મે મહિનામાં પુરૂષોત્તમભાઈની દીકરી કાજલ અને દીકરા જયેશના લગ્ન થયા હતા.

કમલેશ એન્જિનિયર તરીકે કામ કરે છે અને લગ્ન બાદ કાજલ સાસરીમાં રહેવા માટે આવી ગઈ હતી. ર૪ સપ્ટેમ્બરના રોજ પુરૂષોત્તમભાઈ પોતાના ઘરે હાજર હતા ત્યારે કાજલની બહેનપણી કોમલનો ફોન આવ્યો હતો અને કહેવા લાગી હતી તાત્કાલિક ઘરના બધા સભ્યો સિવિલ હોÂસ્પટલ આવી જાઓ. જેથી પુરૂષોત્તમભાઈ તેમના પત્ની અને દીકરો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા

જ્યાં તેઓને જાણવા મળ્યું હતું કે તેમની દિકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. કાજલના લગ્નના બે મહિના બાદ ઘરકામ કરવા બાબતે તેમજ નોકરીના પગાર આપવાને લઈને ઘર કંકાસ શરૂ થયો હતો. સાસરિયા અવારનવાર મહેણાં ટોણાં મારતા હતા. જેથી કાજલે તેની ફરિયાદ પુરૂષોત્તમભાઈને કરી હતી. પુરૂષોત્તમભાઈએ કાજલના લગ્ન સામા સાટેથી કર્યા હોવાથી થોડો સમય રાહ જાવા માટે અને જા હાલ ઝઘડો કરીશું

તો તારા ભાઈના લગ્ન જીવનમાં પણ ભંગાણ પડશે તેમ સમજાવ્યું હતું. કાજલ ગર્ભવતી થઈ હતી તેમ છતાં સાસરિયા તેને હેરાન પરેશાન કરવામાં કોઈ કસર છોડતા નહીં. કાજલ પાસે આખો દિવસ સાસરિયા પગારના રૂપિયાની માગણી કરતા હતા સરકારી સહાય પેટે કાજલને મળેલા પ૦ હજાર રૂપિયા પણ તેઓએ બેન્કમાંથી ઉપાડીને ખર્ચ કરી નાંખ્યો હતો.

દર મહિને પગાર આપવા છતાં કાજલને તેની મરજી મુજબનું જમવાનું પણ બનાવવા દેતા નહીં, તેમજ ગર્ભવતી હોવાથી તબિયત સારી રહેતી ના હોવા છતાં નોકરી કરવા અને પગાર આપવા માટે દબાણ કરતા હતા. કાજલને દાળ ભાત ખાવા હોય તો તેના સાસુને તે બનાવવાની વાત કરતી તો તે ના પાડી દેતાં હતા અને શાક રોટલો ખાવા માટે કહેતા હતા.

જો કે પરિણીતાની તબિયત સારી ના હોવાથી તે હોટલમાં દાળ ભાત ખાઈને ઘરે જતી હતી. બહારથી ખાઈને તે ઘરે ગઈ ત્યારે પતિ, સાસુ, સસરા અને દિયરે તેની સાથે જઘડો કરીને બહાર ખાવા બાબતે મારઝૂડ કરી હતી. ર૪મી સપ્ટેમ્બરના દિવસે ગર્ભવતી કાજલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પુરૂષોત્તમભાઈએ આ મામલે કમલેશ સાંગાણી, રવજી સાંગાણી, સહિત પાંચ લોકો વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંતર્ગત ગુનો દાખલ કરાવતા નિકોલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.