આપણે સોસાયટી પાસેથી ઘણું મેળવીએ છીએ પરંતુ સોસાયટીને પાછું શું ચૂકવીએ છીએ એ અગત્યનું છેઃ ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી

અમદાવાદ બાર અને સ્મોલકોઝ કોર્ટ બારમાં યોજાયેલ સ્નેહ મિલન સમારંભમાં ન્યાયાધીશોએ અભિવ્યક્ત કરેલી ભાવનાઓ!
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા એ કહ્યું છે કે “જો તમે સાચા માર્ગે ચાલી રહ્યા છો અને એ જ માર્ગે ચાલવા માંગતા હો તો તમે નિશ્ચિત પણે પ્રગતિ કરવાના છો”! અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલકોઝ કોર્ટ બાર એસોસિએશનના ઉપક્રમે દિવાળી મિલન સમારંભ ના યોજાયેલ કાર્યક્રમમાં પ્રસંગિક પ્રવચન કરતા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદીએ કહ્યું કે આપણે સોસાયટી પાસેથી ઘણું મેળવીએ છીએ પરંતુ સોસાયટીને પાછું શું ચૂકવીએ છીએ એ અગત્યનું છે,
આજે વકીલાત નો વ્યવસાય પ્રોફેશનલ થઈ ગયો હોવાની સૂચક ટકોર કરી તેમણે વધુમાં જણાયું હતું કે ગુજરાત હાઇકોર્ટના સેવાભાવી કર્મનિષ્ઠ એડવોકેટ વસુબેન ભટ્ટે વકીલાત તરીકે સામાજિક ક્ષેત્રે ઘણીમોટી સેવા કરી હતી તે યાદ કરી તેમણે વકીલાત ના દિવસો યાદ કર્યા હતા શ્રી બેલાબેન ત્રિવેદી એ ન્યાયતંત્રની સ્વતંત્રતાને લોકશાહીનો આધારસ્તંભ બનાવીને ન્યાયતંત્રની સ્વાતંત્રતા અને નિષ્પક્ષતાનું સન્માન કરવા અનુરોધ કરીને સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી ક્રિષ્ના એયરને પણ યાદ કરીને તેમના વિચારને દર્શવ્યા હતા
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતાબેન અગ્રવાલ અમદાવાદ સીટી સિવિલ અને સેશન કોર્ટના વકીલો ને ઈ કોર્ટ માટે પહેલ કરવા અનુરોધ કરીને એવી આશા અભિવ્યક્ત કરી હતી કે તમે મને નિરાશ નહીં કરો એવી આશા છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદની સીટીસિવિલ અને સેશન કોર્ટ ને બેલાબેન ત્રિવેદી ની કર્મભૂમિ ગણાવીને ઉમેર્યું હતું કે આ સરદાર પટેલ અને ગાંધીની પણ કર્મભૂમિ છે તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં કયા કયા છે તેની વાત દોરાવીને તેમણે ન્યાય ક્ષેત્રે અને ગુજરાતમાં મુખ્ય ન્યાયાધીશ બનવાની તક આપી છે તે બદલ શ્રી ભગવાનનો દિલથી આભાર માન્યો હતો
એ પ્રાસંગિક ઉદબોધન ની શરૂઆત “તમે બધા કેમ છો” પૂછીને કરી હતી અને વકીલોના હૃદય જીત્યા હતા. ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટના એડમિનિસ્ટ્રેટિવ ન્યાયાધીશ શ્રી એન.વી. અંજારિયા નું પ્રાસંગીક પ્રવચન ખૂબ જ સંવેદનશીલ ભાવના અભિવ્યક્ત કરનારું હતું! શ્રી એન.વી. અંજારિયા એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલાબેન ત્રિવેદી ની ગુજરાત એ કર્મભૂમિ અને ધર્મભૂમિ ગણાવી તેઓના કાર્યોની સરાહના કરી હતી
તેમને એક જ કોર્ટમાં પિતા પુત્રી ન્યાયાધીશ હોવાની ગૌરવપૂર્ણ ક્ષણને યાદ કરી હતી અમદાવાદ બાર દ્વારા સન્માનને તેમણે બિરદાવીને કહ્યું હતું કે અહીંયા ઇતિહાસની અનેક ગૌરવગાથા મળી આવશે તેમ કહીને આજના વકીલ મિત્રોને માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદ સીટી સિવિલ અને સેસન્સ કોર્ટના પ્રિન્સિપલ જજ શ્રી કે. એમ. સોજીત્રા એ કહ્યું હતું કે બેલાબેન ત્રિવેદી પોકસો એક્ટમાં સારા ચુકાદાઓ આપેલા છે
તેમણે બંધારણીય તેમજ સામાજિક ન્યાય ક્ષેત્રે મહત્વ પ્રદાન કર્યું હોવાનું જણાવ્યૂ હતું વકીલાત ના વ્યવસાય માં ૫૦ વર્ષ પૂર્ણ કરનારના સન્માનને યાદ કરું હતુ ટાઈપ રાઇટર થી આગળ સુધીના સમયને યાદ કરીને આજે ૭ સ્ટાર બિલ્ડિંગ મળ્યું છે તેને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતાબેન અગ્રવાલને ગમ્યું હોવાનું જણાવીને ખુશી અભિવ્યક્ત કરી હતી (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)