Western Times News

Gujarati News

મોડાસામાં આઈકોનિક બસપોર્ટ પાસે ખાડા પડતા વાહનચાલકોને મુશ્કેલી

મોડાસા, અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નિર્માણાધીન આઈકોનિક બસપોર્ટ અને નગરપાલિકા રોડ પર પડેલા ખાડા અને ખુલ્લી ગટરોથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બસ સ્ટેન્ડ પાછળ વિસ્તારના રોડ પર ફેરિયાઓએ અડિંગો જમાવતા અને વાહનોનું આડેધડ પા‹કગથી ટ્રાફિક સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે.

મોડાસા શહેરમાં વિકાસના નામે આડેધડ ખાડા ખોદવામાં આવ્યા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતા અને રોડ પર સમારકામ કરવામાં કે નવનિર્માણ કરવામાં નગરપાલિકા દ્વારા કરવામાં આવતો વિલંબ નગરજનો માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે.

નગરપાલિકાથી મુખ્ય માર્ગને જાડતા ૧૮ મીટર પહોળા ડીપી રોડનું કામકાજ બસ સ્ટેન્ડ પાછળની સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો અને સારવાર માટે આવતા દર્દીઓ માટે આફતરૂપ બન્યું છે. ડીપી રોડ પર ખુલ્લી ગટરોને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા મચ્છરજન્ય રોગચાળાને ભય મંડરાઈ રહ્યો છે ૧૮ મીટર ડીપી રોડનું ઝડપથી કામકાજ પૂર્ણ થાય અને લિઓ પોલીસ ચોકી હટાવવામાં થતા વિલંબથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

આઈકોનિક બસ સ્ટેન્ડ પાછળ રોડ પર ઉભી રહેતી આડેધડ લારી કે ફેરિયાઓના કારણે ટ્રાફિકજામ સર્જાતા સ્થાનિક દિલીપ પટેલે નારાજગી વ્યકત કરી હતી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.