60% લોકો પ્રધાનમંત્રી મોદીને વર્ષ 2023ના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે જુએ છે: સર્વે
28 ટકા લોકો આયુષ્માન ભારત- જન આરોગ્ય યોજનાથી વાકેફ અને તેની સાથે જોડાયેલા છે
· 6% લોકોએ 2023માં નાણાકીય ઉત્થાનની વાત સ્વીકારી હતી
• 67% લોકોએ રાજ્યની ચૂંટણીના એગ્ઝિટ પોલ જોયા હતા
• 27% લોકો આયુષ્માન ભારત – જન આરોગ્ય યોજના વિશે જાગૃત છે
• 84% આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ વિશે જાણતા નથી
• એકંદરે 58% પરિવારો માટે ઘરગથ્થુ ખર્ચમાં વધારો થયો છે
નવી દિલ્હી, અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની, એક્સિસ માય ઇન્ડિયા, ઈન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ (CSI) ની નવીનતમ બાબતો જાહેર કરી રહી છે, જેમાં ઉપભોક્તાની વર્તણૂકના નોંધપાત્ર વલણોને જોઈ શકાય છે. આ રિપોર્ટ ભારતીય પરિવારોને લગતાં વિવિધ વલણોને ઉજાગર કરે છે, જેમાં 46 ટકાએ ખર્ચમાં વધારો અને ગત વર્ષની સરખામણીમાં વધુ નાણાકીય સલામતીનો સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત આ સર્વે તાજેતરની ખર્ચની ટેવો પર પ્રકાશ પાડે છે.
તેમાં સામે આવ્યું છે કે 49% ગ્રાહકો મોબાઇલ ફોનમાં રોકાણ કરે છે, જે ટેક્નોલોજી તરફનું પરિવર્તન દર્શાવે છે. આ આંતરિક બાબતો ઉપભોક્તાની ખર્ચ કરવાની શક્તિ અને જીવનશૈલીના આધારે ભારતની બદલાતી વપરાશ પેટર્નને પ્રતિબિંબિત કરે છે. આ સર્વેક્ષણ , ભારત સરકારની મુખ્ય આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારત – જન આરોગ્ય યોજનામાં જનજાગૃતિ અને ભાગીદારી પર પણ પ્રકાશ પાડે છે
ટકાવારીના વધારામાંથી ટકાવારીના ઘટાડાને બાદ કરીને કાઢવામાં આવેલો ડિસેમ્બરનો ચોખ્ખો CSI સ્કોર +9.9 છે, જે ગત મહિનાની સરખામણીમાં +0.9 નો વધારો દર્શાવે છે. સેન્ટિમેન્ટનું આ વિશ્લેષણ પાંચ સંબંધિત પેટા-સૂચકાંકોમાં સમાયેલું છે – જેમાં એકંદર ઘરગથ્થુ ખર્ચ, આવશ્યક અને બિન-આવશ્યક વસ્તુઓ પરનો ખર્ચ, આરોગ્યની સંભાળ પર ખર્ચ, મીડિયાના વપરાશ ટેવો, મનોરંજન અને પ્રવાસનના વલણોનો સમાવેશ થાય છે.
CSI રિપોર્ટ પર ટિપ્પણી કરતા, એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મહત્વના રાજકીય સીમાચિહ્નના પરિદ્રશ્યમાં, અમારા અવલોકનો એવા સમાજ તરફ નિર્દેશ કરે છે, જે આ ગતિવિધિઓ સાથે વધુને વધુ જોડાયો છે અને પ્રભાવિત થયો છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યોની ચૂંટણીઓએ ભારતના રાજકીય પરિદ્રશ્યમાં નવેસરથી રસ જગાડ્યો છે, જે લોકોમાં વધુ ઊંડી અને વધુ સૂક્ષ્મ સમજણને પ્રતિબિંબિત કરે છે.
રાજકારણ ઉપરાંત પણ આપણા દેશના વૈજ્ઞાનિક પ્રયાસો પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે, જે ઈનોવેશન અને પ્રગતિ માટેની વ્યાપક કદરને દર્શાવે છે. આપણે જેમ લોકસભાની ચૂંટણીની નજીક જઈ રહ્યા છીએ, ત્યારે એ સ્પષ્ટ છે કે આ ઘટનાઓ આપણા રાષ્ટ્રીય સ્તરના વાર્તાલાપના મૂળ તત્વને આકાર આપી રહી છે. જે એક એવા સમાજનું પ્રતિબિંબ તૈયાર કરે છે, જે આપણા રાષ્ટ્રની પરિવર્તનની યાત્રામાં સક્રિય રીતે સંકળાયેલો છે અને તેનાથી પ્રભાવિત થાય છે.
મુખ્ય તારણો
· એકંદરે 58% પરિવારો માટે ઘરગથ્થુ ખર્ચમાં વધારો થયો છે, જે ગયા મહિના કરતા 2% ઓછો છે. જ્યારે 33% પરિવારો માટે વપરાશ સમાન રહ્યો છે. ગયા મહિને જે ચોખ્ખો સ્કોર +51 હતો, તે આ મહિને ઘટીને +50 થઈ ગયો છે.
· 49% પરિવારો માટે પર્સનલ કેર જેવી આવશ્યક ચીજવસ્તુઓ અને ઘરગથ્થુ વસ્તુઓ પરનો ખર્ચ વધ્યો છે, જે ગયા મહિના કરતાં 5% નો વધારો દર્શાવે છે. જ્યારે 36% પરિવારો માટે વપરાશ સમાન રહ્યો છે. ચોખ્ખો સ્કોર, જે ગયા મહિને +27 હતો, તે આ મહિને વધીને +34 થયો છે.
· બિન-આવશ્યક ચીજવસ્તુઓ તેમજ AC, કાર અને રેફ્રિજરેટર્સ જેવા વિવેકાધીન ઉત્પાદનો પરના ખર્ચમાં 15% પરિવારો માટે વધારો થયો છે. જ્યારે 79% પરિવારો માટે વપરાશ સમાન રહ્યો છે. ચોખ્ખો સ્કોર જે ગયા મહિને +3 હતો, આ મહિને તે +9 પર છે.
· 44% પરિવારો માટે વિટામીન, ટેસ્ટ અને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓ માટેનો ખર્ચ વધ્યો છે, જે ગયા મહિના કરતા 7% નો વધારો દર્શાવે છે. જ્યારે 41% પરિવારો માટે વપરાશ સમાન રહ્યો છે. આરોગ્ય સ્કોર જેનો સૂચિતાર્થ નકારાત્મક છે, એટલે કે, આરોગ્યલક્ષી ચીજવસ્તુઓ પર જેટલો ઓછો ખર્ચ થાય, સેન્ટીમેન્ટ્સ તેટલી જ સારી રહે છે. આ મહિને તેનું ચોખ્ખું મૂલ્ય -30 રહ્યું છે.
· 23% પરિવારો માટે મીડિયા (ટીવી, ઈન્ટરનેટ, રેડિયો વગેરે)નો વપરાશ વધ્યો છે, જે ગયા મહિના કરતાં 3% નો વધારો છે. ગયા મહિને જે ચોખ્ખો સ્કોર -1 હતો, તે આ મહિને +2 પર છે.
· 8% પરિવારો માટે ગતિશીલતા વધી છે, જે ગયા મહિના કરતા 1% નો વધારો દર્શાવે છે. ગયા મહિને જે ચોખ્ખો સ્કોર -4 હતો, તે આ મહિને -5 પર છે. 78 ટકા પરિવારો માટે ગતિશીલતા પહેલા જેવી જ રહી છે.
વર્તમાન રાષ્ટ્રીય હિતના વિષયો પર
· તાજેતરમાં યોજાયેલી રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપની નોંધપાત્ર વિજયને જોતાં, સર્વેમાં
ભારતના રાજકીય ક્ષેત્રમાં પ્રભાવની જાહેર ધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ રાજકીય પરિદ્રશ્ય પર પ્રતિબિંબ પાડતાં 60% ઉત્તરદાતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 2023ની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે પસંદગી કરી છે. આ ધારણાને પ્રધાનમંત્રીના સક્રિય આંતરરાષ્ટ્રીય આયોજનો દ્વારા વધુ વેગ મળ્યો છે, જેમાં જી20 સમિટમાં તેમની મુખ્ય ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની હાજરીને વધારવાની દિશામાં તેમના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ ઘટનાઓને કારણે ઘણા લોકોમાં ઉત્સાહમાં વધારો થયો છે, જે આ વર્ષે નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ પ્રભાવક તરીકેની સ્વીકૃતિમાં વધારામાં યોગદાન આપે છે.
· આ સર્વે પરિવારની આવક, ખર્ચ અને વપરાશની પદ્ધતિ અંગેનો ઉંડાણપૂર્વકનો ડેટા પૂરો પાડે છે, જે આ વર્ષે દેશની આર્થિક સ્થિતિ અંગેની સેન્ટિમેન્ટ્સને ઉજાગર કરે છે. 46% સહભાગીઓએ નાણાકીય સદ્ધરતાની દ્રષ્ટિએ 2022ની સરખામણીમાં 2023માં નાણાકીય ઉત્કર્ષની ભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન 36 ટકા લોકો 2022ના વર્ષને વધુ સકારાત્મક રીતે જુએ છે, તેમને લાગે છે કે વિતેલા વર્ષમાં
વધુ નાણાકીય સ્થિરતા મળી છે. વધુમાં, 18% ઉત્તરદાતાઓએ 2023ને પાછલા વર્ષની સમકક્ષ તરીકે જોયું છે, જે તેમના નાણાકીય અનુભવોમાં સુસંગતતા દર્શાવે છે.
· આ સર્વેક્ષણે ભારત સરકારની મુખ્ય આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારત- જન આરોગ્ય યોજનામાં જનજાગૃતિ અને ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમાં સામે આવ્યું હતું કે 27% ઉત્તરદાતાઓ આ યોજનાથી વાકેફ છે પરંતુ તેમણે યોજના સાથે જોડાવા માટેના પગલાં નથી ભર્યા. જે આ યોજના વિશે જાગરૂકતાનું નોંધપાત્ર સ્તર સૂચવે છે, તેમ છતાં જાગૃતિ અને કાર્યો વચ્ચેનો તફાવત દર્શાવે છે. બીજી બાજુ, 28% ઉત્તરદાતાઓ યોજનાથી માહિતગાર છે અને યોજનામાં સક્રિયપણે નોંધણી પણ કરાવી છે, જે તેમને પૂરા પાડવામાં આવેલા સ્વાસ્થ્ય લાભોને મેળવવા માટેનું સકારાત્મક વલણ દેખાડે છે.
· આ સર્વેક્ષણે ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓના ડિજિટાઇઝેશનના મુખ્ય ઘટક એવા 14-આંકડાના આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ અંગે જનતાને સ્વીકૃતિ અને જાગરૂકતા પૂરા પાડ્યા છે. તેમાં સામે આવ્યું છે કે 84% ઉત્તરદાતાઓ, ABHA કાર્ડ વિશે અજાણ છે, જે આ મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પહેલમાં જ્ઞાનના નોંધપાત્ર અંતરને દર્શાવે છે. બીજી તરફ 9% ઉત્તરદાતાઓએ સક્રિયપણે ABHA કાર્ડ મેળવ્યું છે, જે લોકોમાં એક સ્તર સુધીનું જોડાણ અને ઉત્સાહ દેખાડે છે. 7% ઉત્તરદાતાઓ એવા પણ છે, જેઓ ABHA થી વાકેફ તો છે, પણ તેમની પાસે કાર્ડ નથી.
· પાંચ રાજ્યોની ચૂંટણીઓને 2024ની લોકસભાની ચૂંટણીની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, ત્યારે ડિસેમ્બરનો CSI રિપોર્ટ રાજકીય વલણોમાં લોકોના ઊંડા રસ તરફ નિર્દેશ કરે છે. 67% જેટલા નોંધપાત્ર પ્રમાણમાં ઉત્તરદાતાઓએ આ નિર્ણાયક ચૂંટણીઓના એગ્ઝિટ પોલ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે સંભવિત પરિણામો અને તેમની અસરો વિશે ઉચ્ચ સ્તરનું જોડાણ અને ઉત્સુકતા દર્શાવે છે. તેનાથી વિપરીત, સર્વેક્ષણમાં સામેલ 32% લોકો પોલ જોવા નથી માગતા, જે લોકોમાં રાજકીય બાબતોમાં રસ અને જોડાણના વિવિધ સ્તરો સૂચવે છે.
· સર્વેક્ષણમાં પાછલા અને આગામી છ મહિના દરમિયાનની ગ્રાહકોની ખર્ચ કરવાની પદ્ધતિની મૂલ્યવાન આંતરિક બાબતો સામે આવી હતી, જે ખરીદીની પ્રાથમિકતાઓમાં ફેરફારને ઉજાગર કરે છે. તારણો અનુસાર 49% જેટલા મોટા પ્રમાણમાં ઉત્તરદાતાઓ મોબાઇલ ફોનમાં રોકાણ કરવા તરફ ઝુકાવ ધરાવે છે, જે ટેક્નોલોજી અને કનેક્ટિવિટી તરફના તમના મજબૂત ઝુકાવના સંકેત આપે છે. ત્યારબાદ તુરંત 37% ઉત્તરદાતાઓ નાણાકીય સમજદારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બેન્ક ખાતાની પસંદગી કરવી તેમની ટોચની પ્રાથમિકતા છે, જે નાણાકીય વ્યવસ્થાપન અંગેની વધુ જાગરૂકતા અને ભાર તરફ ઈશારો કરે છે. વધુમાં, વ્યક્તિગત ગતિશીલતા એક નોંધપાત્ર પરિબળ તરીકે ઉભરી આવી છે, કેમ કતે 30% ઉત્તરદાતાઓ ટુ-વ્હીલર ખરીદવા માટે પસંદગી દર્શાવે છે, જે રોજિંદા જીવનમાં વ્યક્તિગત પરિવહનના વધતાં મહત્વને રેખાંકિત કરે છે.
· આ સર્વે એવા વર્ષમાં ભારત માટે એક ટોચના સીમાચિહ્નરૂપ મિશનની ઓળખ કરે છે, જે ICC વર્લ્ડ કપ અને G20 સમિટ સહિતની નોંધપાત્ર ઈવેન્ટથી ભરપૂર છે. 54% જેટલી મોટી સંખ્યામાં ઉત્તરદાતાઓએ ચંદ્રયાન-3 ચંદ્ર મિશનને વર્ષનું સૌથી નિર્ણાયક સીમાચિહ્ન ગણાવ્યું હતું. આ લાગણીને ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3ની નોંધપાત્ર સફળતા દ્વારા બળ મળે છે. આ ઈવેન્ટને ફક્ત વ્યાપક પ્રશંસા જ નથી મળી પણ તેના લાઈવ સ્ટ્રીમ દરમિયાન 80.8 લાખ સંયુક્ત વ્યૂનો નવો રેકોર્ડ પણ સર્જાયો છે. જે અવકાશ સંશોધન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓમાં રાષ્ટ્રની વધતી તાકાત અને રસ દેખાડે છે.
· સર્વેમાં સામે આવ્યું છે કે નોંધપાત્ર 62% ઉત્તરદાતાઓએ ICC વર્લ્ડ કપ 2023 નિહાળ્યો હતો, જે આ ઇવેન્ટની વ્યાપક પહોંચની અપીલને દેખાડે છે. વ્યૂઅરશીપના જુદા જુદા પ્રકારોના ઉંડાણમાં જોતાં સામે આવ્યું છે કે 31 ટકા ઉત્તરદાતાઓએ ટીવી પર મેચ જોઈ છે, જ્યારે 22 ટકા ઉત્તરદાતાઓએ તેમના મોબાઈલ ફોન પર ગેમ્સ જોવાનું પસંદ કર્યું, જે ડિજીટલ યુગમાં લોકો દ્વારા સ્પોર્ટસ કન્ટેન્ટનો ઉપભોગ કરવા માટે પ્રેક્ષકોની વિવિધ રીતોને રજૂ કરે છે.
· અભ્યાસમાં ટીવી અને વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ/OTT પર જુદા જુદા સમયગાળા દરમિયાન વિતાવેલા સરેરાશ દૈનિક સમયનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ટીવી પર વિતાવેલો સરેરાશ સમય 65 મિનિટ પ્રતિ દિવસ અને વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ/OTT પર જુદા જુદા સમયગાળા દરમિયાન વિતાવેલો સમય 61 મિનીટ છે. નાની વયનું જૂથ ટીવી (પ્રતિદિન 60 મિનિટ)ની સરખામણીમાં OTT (પ્રતિદિન 96 મિનિટ) પર વધુ સમય વિતાવે છે.
o 30 મિનિટથી ઓછો સમય ફાળવતા લોકો માટે, 14% ઉત્તરદાતાઓએ પોતાનો સમય ટીવી જોવા પાછળ ખર્ચવાની જાણ કરી કરી છે, જ્યારે 15% લોકોએ વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ/ઓટીટીને પસંદ કર્યું છે.
O 30 મિનિટથી 1-કલાકની શ્રેણીમાં, 16% લોકોએ ટીવીનો ઉપયોગ કરવાનું સ્વીકાર્યું છે, જેની સામે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ/OTT માટે આ આ પ્રમાણ 13 ટકા છે.
O 1-2 કલાકના સમયગાળાને જોઈએ તો 24% લોકોએ ટીવી જોવાનું પસંદ કર્યું, જ્યારે 18% લોકોએ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ/OTTને પસંદ કર્યું.
O લાંબા સમયગાળા માટે ટકાવારીમાં ઘટાડો, 3-4 કલાક માટે ટીવી પર 10 ટકા અને વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ/OTT પર 9 ટકા.
O 5-8 કલાક માટે ટીવી પર 2 ટકા અને વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ/OTT પર 3 ટકા અને
O 9 તેમજ વધુ કલાકો માટે ટીવી તેમજ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ/OTT બંને માટે ફક્ત 1 ટકા
આ વર્ગીકરણ મીડિયાના વપરાશની ટેવોની જુદી જુદી પસંદગીને દર્શાવે છે, અને ખાસ 1કરીને ટૂંકા સમયગાળા માટે ડિજીટલ પ્લેટફોર્મ તરફના નોંધપાત્ર ઝુકાવ પર ભાર મૂકે છે.
· ઉંમર પ્રમાણેની વહેંચણી અંગેના તારણોને વિસ્તૃત કરતા એક્સિસ માય ઈન્ડિયાનો ડેટા જુદા જુદા વય જૂથોમાં લોકોની ટકાવારીની સૂક્ષ્મ માહિતી પૂરી પાડે છે, જે કોઈ પણ દિવસે ટીવી જોવા પાછળ 1-2 કલાકનો સમય પસાર કરેઃ
O 18-25 વય જૂથના 23% લોકો આ સમયને ટીવી પાછળ વિતાવે છે
O 26-35ની વય જૂથના 21% લોકો આ સમયને ટીવી જોવા પાછળ પસાર કરે છે
O 36-50ની વય જૂથના 27% લોકો આ સમયને ટીવી જોવા પાછળ પસાર કરે છે
O 51-60ની વય જૂથના 26% લોકો આ સમયને ટીવી જોવા પાછળ પસાર કરે છે
O 60 વર્ષથી વધુ વયના 25% લોકો આ સમયને ટીવી જોવા પાછળ પસાર કરે છે
જે જુદા જુદા વયજૂથોમાં ટીવી જોવાની આદતની યોગ્ય રીતે કરાયેલી સમાન વહેંચણીને દર્શાવે છે, જેમાં 36-50ની વયજૂથમાં ઝુકાવ થોડો વધારે છે.
· કોઈ ચોક્કસ દિવસની ઓટીટી વ્યૂઅરશીપના આંકડાને તપાસતાં જુદા જુદા વયજૂથોમાં જુદી જુદી પેટર્ન ઉભરી આવે છેઃ
O 18-25 વર્ષની વયના લોકોમાં નોંધપાત્ર 25% લોકો ઓટીટી પ્લેટફોર્મ સાથે સંકળાયેલા રહે છે
O 26-35 વર્ષના વયજૂથમાં આ જ બાબતમાં આ પ્રમાણ નજીવું ઓછું પણ 24 % ની મહત્વની સપાટીએ છે.
O 17 ટકા લોકો મીડિયાના ઉપયોગ માટે ઓટીટીની પસંદગી કરતા હોવાથી 36-50 ટકાના વયજૂથમાં આ પ્રચલન ઘટી જાય છે.
O 51-60 વર્ષની વયજૂથ વચ્ચેના અને 60 વર્ષથી મોટા લોકો આ જ પ્રમાણેની પસંદગી દર્શાવે છે, બંને વયજૂથના 12 ટકા લોકો ઓટીટી પ્લેટફોર્મ પર પસંદગી ઉતારે છે.
આ તારણો જુદા જુદા વયજૂથોમાં ઓટીટી પ્લેટફોર્મની સ્વીકૃતિનું અલગ અલગ પ્રમાણ રજૂ કરે છે, જેમાં યુવાનોમાં ઓન ડિમાન્ડ સ્ટ્રીમિંગ સર્વિસ માટે વધુ લગાવ જોવા મળ્યો છે. જે જુદા જુદા વયજૂથોમાં ટીવી જોવાની આદતોની સ્પષ્ટ અને સમાન વહેંચણી દર્શાવે છે, જેમાં 36-50 વર્ષની વય જૂથના લોકોમાં ઝુકાવ થોડો વધારે છે.