૧૧.૨૫ લાખ ન આપે તો ઘરે કોલગર્લ મોકલવાની હીરા વેપારીને ધમકી
સુરતમાં વ્યાજખોરોનો આતંક
જેમ જેમ આર્થિક વ્યવહારમાં ડિજીટલનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ છેતરપિંડીના કેસમાં વણ વધારો થઈ રહ્યો છે
સુરત, સરકારના કડક કાયદા છતાં રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસ વધુ એકવાર અનહોની ઘટના સામે આવી છે. સુરતમાં સિંગણપોર વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં વ્યાજખોરોએ એક હીરા વેપારી સાથે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં જોવા મળ્યા છે. વ્યાજખોરોએ હીરાને વેપારીને ધમકી આપી હતી કે જો વ્યાજના ૧૧.૨૫ લાખ રૂપિયા નહીં આપે તો ઘરે કોલગર્લ મૂકી જશે. વૃદ્ધાએ કાનની બુટ્ટી કાઢી આપવાનો ઇનકાર કરતા વ્યાજખોરોએ કિડની વેચી નાણાં આપવાનું કહ્યું. ૧૦ લાખની મુદ્દલ સામે વ્યાજની ઉઘરાણી કરી મધરાત્રે દરવાજાનાં કાચ તોડી આતંક મચાવ્યો હતો.
આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેમ જેમ આર્થિક વ્યવહારમાં ડિજીટલનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ છેતરપિંડીના કેસમાં વણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં કડોદરાના લાકડાના વેપારી સાથે આ રીતે જ કોઈએ લાખોની છેતરપિંડી કરી છે. વેપારી પાસે ઓનલાઈન એપ ડાઉનલોડ કરાવી આ છેતરપિંડી કરવામાં આવી છે. કડોદરાના લાકડાના વેપારીએ માણેકપોરનાં વેપારીને પૈસા ટ્રાન્સફર કર્યા હતાં.
જોકે પૈસા ટ્રાન્સફર ન થતાં કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. કસ્ટમર કેરમાં ફેક નંબર પર કોલ લાગી જતા ચીટરે ખેલ પાડી દીધો હતો. પૈસા પરત આવી જશેની બાંહેધરી આપીને એનિડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી હતી. આ એપની મદદથી ચીટરે વેપારીના ખાતામાંથી ૧૪.૯૩ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આજના સમયમાં લગભગ દરેક કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. પહેલા કરતાં હવે વસ્તુઓ કરવાનું સરળ લાગે છે. લગભગ દરેક ક્ષેત્રમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જેમ કે- બેંકિંગ ક્ષેત્ર. અહીં પણ ઘણું બદલાઈ ગયું છે.
હવે લગભગ દરેક કાર્ય માટે બેંકમાં જવાની જરૂર નથી, કારણ કે હવે ઘણા કાર્યો ઓનલાઈન બેંકિંગ અથવા ફોન બેંકિંગ વગેરે દ્વારા કરી શકાય છે. તે જ સમયે, ઘણા લોકો કસ્ટમર કેર સાથે વાત કરવા માટે નંબરો શોધે છે અને આજકાલ લોકો દરેક વસ્તુ માટે ર્ર્ય્ખ્તઙ્મી પર જાય છે. તેવી જ રીતે, લોકો google પર કસ્ટમર કેર નંબર પણ સર્ચ કરે છે, પરંતુ રાહ જુઓ, જો તમે પણ google પર બેંક સંબંધિત નંબરો જેમ કે કસ્ટમર કેર નંબર વગેરે સર્ચ કરો છો, તો આ ન કરો. અન્યથા તમે છેતરાઈ શકો છો. હા, આ વાત સાચી છે. તો ચાલો જાણીએ કે આવું કેમ ન કરવું જોઈએ અને તમે કસ્ટમર કેર નંબર ક્યાંથી મેળવી શકો છો.
વાસ્તવમાં, google પર કોઈપણ બેંકના કસ્ટમર કેર નંબરને સર્ચ કરવાની મનાઈ છે કારણ કે છેતરપિંડી કરનારાઓ અહીં નકલી વેબસાઈટ અને નકલી ગ્રાહક સેવા નંબરો મૂકે છે. તે એકદમ વાસ્તવિક લાગે છે અને તમે કહી શકતા નથી કે તે પ્રથમ નજરમાં નકલી છે.ss1