અસલી જિંદગી પર આધારિત વર્ષની ૫ શાનદાર વેબ સીરિઝ
મુંબઈ, વર્ષ ૨૦૨૩ ઓટીટી માટે શાનદાર રહ્યું. આ વર્ષે વિવિધ વેબ સિરીઝ અને ફિલ્મોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું.
તો ચાલો આ વર્ષે રીલીઝ થયેલી તે વાર્તાઓ પર એક નજર કરીએ જે સત્ય ઘટનાઓ પર આધારિત છે. સુષ્મિતા સેનની વેબ સિરીઝ તાલી આ વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ જીઓ સિનેમા પર રિલીઝ થઈ હતી.
એક સત્ય ઘટના પર આધારિત, આ શ્રેણી ગૌરી સાવંત નામની ટ્રાન્સજેન્ડરની વાર્તા બતાવે છે, જે તેના અધિકારો માટે સમાજ સાથે લડે છે. આખરી સચ દિલ્હીના બુરારી કેસથી પ્રેરિત છે, જ્યાં તમન્ના ભાટિયા પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવે છે.
તમે તેને ડિઝની પ્લસ હોટ સ્ટાર પર જાેઈ શકો છો. ૧૯૮૪માં ભોપાલમાં બનેલી એક ભયાનક ઘટના પર આધારિત, ધ રેલ્વે મેનમાં આર. માધવન, કેકે મેનન, બાબિલ ખાન અને દિવ્યેન્દુ મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેમિકલ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થવાને કારણે લોકોના મોત થાય છે. આવી સ્થિતિમાં બહાદુર રેલવે કર્મચારીઓ લોકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જાેખમમાં મુકે છે.
તમે તેને નેઅફલિઈક્સ પર જાેઈ શકો છો. સ્કેમ ૨૦૦૩ને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ પણ એક સત્ય ઘટના પર આધારિત છે. તે કર્ણાટકમાં જન્મેલા ફળ વેચનાર અબ્દુલ કરીમ તેલગીના જીવન પર આધારિત છે.
આ શ્રેણીમાં તેલગીની માસ્ટરમાઇન્ડ બનવાની સફર અને તેના મોટા કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તમે તેને નેઅફલિઈક્સ પર જાેઈ શકો છો. SS1SS