રાજકોટ શહેરમાં અડદિયા પાકનું ધૂમ વેચાણ થયું
રાજકોટ, અડદિયા એટલે શિયાળાનો કિંગ. આપણા ઘરમાં શિયાળામાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, પણ તેમાં સૌથી પહેલા હોય છે અડદિયા. કારણ કે, શિયાળામાં અડદિયા ખાવાથી શક્તિ મળે છે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
અડદિયા એટલે ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળામાં આરોગાતી વાનગી છે. અડદની દાળમાંથી બનતી આ વાનગીમાં ઘણા ડ્રાયફ્રૂટ્સ અને તેજાના નાખવામાં આવે છે. ત્યારે રાજકોટમાં અડદિયાનું વેચાણ શરૂ થઈ ગયું છે.
શિયાળામાં અડદિયા પાક ખાવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. કારણ કે, આ અડદિયા પાક ખાવાથી શરીરને આખા વર્ષની તાકાત મળી જાય છે.
ત્યારે રાજકોટવાસીઓએ તો શિયાળો શરૂ થતાં જ અડદિયા ઝાપટવાનું શરૂ કરી દીધું છે. રાજકોટમાં બનતા અડદિયા ખૂબ જ ફેમસ હોય છે. કારણ કે, આ અડદિયાને દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે, જેથી આ અડદિયાને રાજકોટની બહાર પણ કુરિયર કરવામાં આવે છે.
આ અડદિયાનો સ્વાદ કોઈ એક વખત કરે એટલે બીજી વખત ખાધા વગર રહી ન શકે અને તેના ભાવની વાત કરવામાં આવે તો, અડદિયા ૬૦૦ રૂપિયા પ્રતિ કિલો હોય છે.
રાજકોટમાં બનતા અડદિયામાં, દેશી ઘી, અડદનો લોટ, ગુંદ, ડ્રાયફ્રૂટ, સુંઠ પાવડર, ખાંડ, માવો, દૂધ, જાવંત્રી સહિતના મસાલાનો ઉપયોગ કરીને આ અડદિયા બનાવવામાં આવે છે.
મોટા વાસણમાં લોટને ચાળી લો, પછી તેમાં ગરમ કેરલું ઘી નાખી લોટને મોણી લો. આ લોટને બનાવતા પહેલા ૩ કલાક ઢાંકીને રાખી દેવાનો હોય છે, જેથી અડદિયા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
જ્યારે આ લોટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને ચાળી લેવું, પછી ગરમ પેનમાં ૧ કપ પાણી સાથે ખાંડ નાંખી ચાસણી બનાવી લેવાનું.
ત્યારબાદ તેમાં લોટ ઉમેર્યા બાદ તેને ધીમી આંચ પર પકાવીને, રસ મિક્સ થાય ત્યાં સુધી સેકવામાં રહેશે, પછી તેમાં ડ્રાયફ્રૂટ, સૂંઠ અને ગંઠોડાનો પાવડર નાખવાનો રહેશે. SS1SS