Western Times News

Gujarati News

કોરિયન પોપ સ્ટારની એન્ટ્રી બિગ બોસમાં થશે

મુંબઈ, બિગ બોસ ૧૭ હાલમાં કલર્સ ચેનલ પર જાેવા મળી રહ્યો છે. એશ્વર્યા શર્મા,નીલ ભટ્ટ, અંકિતા લોખંડે, વિક્કી જૈન, મુનવ્વર ફારુકી, ઈશા માલવિયા, અભિષેક કુમાર, સના , અનુરાગ, મન્નારા ચોપડા, રિંકુ ધવન, અરણ મહાશેટ્ટી, ખાનઝાદી, સમર્થ બિગ બોસના ઘરના સભ્યો છે.

ત્યારે જીગ્ના વોરા, નવીદ સોલ, સની આર્યા તહેલકા, સોનિયા બંસલ, મનસ્વી મમગઈ બહાર થઈ ચૂક્યા છે. આ સીઝન ખુબ અલગ જાેવા મળી રહી છે.અને ચોંકાવનારી વાત એ છે કે, શોના બીજા અઠવાડિયામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી.

સમર્થ અને મનસ્વીએ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. ત્યારે હાલ એવા સમાચારો સામે આવી રહ્યા છે કે, બિગ બોસ ૧૭ના મેકર્સ કેટલાક વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકોને લાવવાનું પ્લાનિંગ કરી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, તસ્નીમ નેરુરકર, પુનમ પાંડે, ફ્લોરા સૈની, જ્હાંઆરા આલમ, અધ્યન સુમન, ભાવિન ભાનુશાળી, રાખી સાવંત અને આદિલ ખાન વાઈર્લ્ડ કાર્ડ તરીકે શોમાં એન્ટ્રી કરી શકે છે.

જાે કે, હવે અહેવાલ એવા છે કે કોરિયન સ્ટાર બિગ બોસ ૧૭માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેવા જઈ રહ્યો છે. નિર્માતાઓએ સત્તાવાર રીતે આ વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકની એન્ટ્રીની પુષ્ટિ કરી છે. આ બીજું કોઈ નહીં પણ કે-પોપ સિંગર ઓરા છે.

ઓરા એક લોકપ્રિય કે પોપ ગાયિકા છે જે અગાઉ કે પોપ બોય ગ્રુપ ડબલ-છ નો ભાગ હતી. તેઓ હિન્દી ગીતો કંપોઝ કરવા માટે જાણીતા છે. મિથુન ચક્રવર્તીનું ગીત જિમ્મી જિમ્મીના તેમના ખાસ અભિનયએ લોકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા.

બિગ બોસ ૧૭માં એક, બે નહીં પરંતુ ત્રણ સેલિબ્રિટી કપલ્સે ભાગ લીધો છે. અંકિતા લોખંડે-વિકી જૈન અને નીલ ભટ્ટ ઐશ્વર્યા સાથે, ઈશા માલવિયા-સમર્થ જુરેલ પણ આ શોનો એક ભાગ છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.