ઓસ્ટ્રેલિયા વિદેશીઓની સંખ્યા નિયંત્રિત કરવા પોલિસી બની રહી છે
નવી દિલ્હી, ભારતીયો માટે ઉચ્ચ અભ્યાસ અને પીઆર માટે ઓસ્ટ્રેલિયા પણ પસંદગીના દેશોમાં સામેલ છે. જાેકે, ઓસ્ટ્રેલિયામાં પણ હવે ઈમિગ્રેશનને કડક બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. આગામી સમયમાં ઓસ્ટ્રેલિયામાં જઈને અભ્યાસ કરવા કે પછી કામ કરવા માટેના નિયમો કડક બની શકે છે.
ઓસ્ટ્રેલિયા દેશમાં ઈમિગ્રેશન ઘટાડવા ઈચ્છે છે અને તેમાં ઘટાડો થાય તે માટે એક યોજના પર કામ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બાનીસે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયન સરકાર આગામી સપ્તાહે ઈમિગ્રેશન ઘટાડવા માટે એક યોજનાની રૂપરેખા આપશે.
૯ ડિસેમ્બરે સિડનીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, આપણી પાસે માઈગ્રેશન સિસ્ટમ હોવી જરૂરી છે જે ઓસ્ટ્રેલિયાને તેના જરૂરી સ્કિલ્સ મેળવવા માટે સક્ષમ બનાવે, પરંતુ તે પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ માઈગ્રેશન સિસ્ટમ તમામ ઓસ્ટ્રેલિયનોના હિતમાં કામ કરે. છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન વધ્યું છે.
ઓસ્ટ્રેલિયાની વધતી વસ્તીએ હાઉસિંગથી લઈને ટ્રાન્સપોર્ટ સુધીની તમામ માંગને વેગ આપ્યો છે. તેના કારણે ફૂગાવાના દબાણને તો અટકાવી શકાયું છે પરંતુ અર્થતંત્રને મંદીથી બચાવમાં પણ મદદ કરી હતી.
સેન્ટ્રલ બેંકે કોરોના પછીના ઈમિગ્રેશનમાં થયેલા વધારાને પગલે વસ્તી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે, જે આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ૨.૫%ની ટોચે પહોંચી ગયો છે. અલ્બાનિસે જણાવ્યું હતું કે આગામી સપ્તાહે મિડ-યર ઈકોનોમિક અને ફિસ્કલ અપડેટમાં બહાર પાડવામાં આવેલા ટ્રેઝરી અંદાજાે આગામી વર્ષમાં માઈગ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવશે.
જાેકે, તેમણે ચોક્કસ લક્ષ્યાંક આપવાનો ઈનકાર કર્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર કોરોના રોગચાળા પહેલાના સ્તરે નેટ અરાઈવલ મેળવી શકે છે ત્યારે જવાબમાં તેમણે કહ્યું કે વહીવટીતંત્રે સમસ્યાનું ઘણું વિશ્લેષણ કર્યું છે.
અમે માનીએ છીએ કે તે ચોક્કસપણે શક્ય નથી, પરંતુ ઈચ્છનીય અને જરૂરી છે કે આપણે સુનિશ્ચિત કરીએ કે આ સ્તર જળવાઈ રહે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને તે પણ જણાવ્યું હતું કે ઈમિગ્રેશન સિસ્ટમની સમીક્ષા દર્શાવે છે કે તે “તૂટેલી” હતી અને તેની ઉપેક્ષા કરવામાં આવી હતી.
ઓક્ટોબરમાં સરકારે કહ્યું હતું કે તે સંબંધિત છેતરપિંડી અને શોષણ ખાસ કરીને વિદ્યાર્થી વિઝાના દુરુપયોગનો સામનો કરવા માંગે છે. તે લાંબા વિઝા-પ્રોસેસિંગ વિલંબને ઘટાડવાના પ્રયાસો પણ કરી રહી છે.
તેમણે કહ્યું હતું કે તેમની સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે બિઝનેસ તેની જરૂરી સ્કિલ્સનો ઉપયોગ કરી શકે. જેમાં સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયનોને તાલીમ આપવાની વાત મહત્વની છે. અને ત્યારબાદ પછી વિદેશી કામદારોને લક્ષ્યાંક બનાવવાનો છે.
ઓસ્ટ્રેલિયા માટે ટેમ્પરરી વિઝા સાથે ટેમ્પરરી માઈગ્રેશનની હિમાયત કરવાનો કોઈ અર્થ નથી. જાે આપણે સ્કિલ્સ ધરાવતા એન્જિનિયર મેળવી શકીએ અને તેને કાયમી થવાનો માર્ગ આપીએ તો તે અહીં એવા ક્ષેત્રોમાં યોગદાન આપશે જ્યાં આપણે લાંબા સમયથી સ્કિલ શોર્ટેજનો સામનો કરી રહ્યા છીએ. તો આ બાબત ઘણી મહત્વની રહેશે. SS1SS