ઝીણી વરિયાળીમાં મિક્ષ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવવાનું કૌભાંડ ઝડપાયું
ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા – નકલી જીરૂં ઝડપાયું-ર૪,૭ર૦ કિલો બનાવટી જીરૂં ઝડપાયું
ગાંધીનગર, મહેસાણાના ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગંગાપુરા રોડ પર શંકાસ્પદ ૨૪ હજાર ૭૨૦ કિલો જીરૂ ઝડપાયું છે. હલકી ગુણવત્તાની વરિયાળી, ભુસુ, ગોળની રસી અને પથ્થરના પાવડરથી બનાવાતુ જીરૂ હતુ. મહેસાણા ફૂડ વિભાગે ફેક્ટરીમાં રેડ કરી હતી. ૨૪૦ કિલો પાવડર મિક્સ, ૬૩૦ લિટર ગોળની રસી, ૫૩૦૦ કિલો વરિયાળી લુઝ જપ્ત કરાયો છે. Scam of making fake cumin seeds by adding mixed powder and jaggery seeds in ground fennel was caught
ફેક્ટરીના માલિકએ દાવો કર્યો છે કે, પશુઆહાર છે જીરૂ નહિં તેમજ મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલ વરિયાળી પશુ આહાર હોવાનો ફેકટરી માલિકનો દાવો છે. પશુ આહાર બનાવવા માટે કોઈ પરવાનગી નહિ લીધી હોવાની પણ કબુલાત કરી છે. માલિક ધર્મેન્દ્ર પટેલે ફૂડ વિભાગ પર ખોટી રેડનો આક્ષેપ પણ કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા ખાતેથી આશરે રૂ. ૮૯ લાખની કિંમતના ૩૧,૦૦૦ કિલોગ્રામ જેટલો બનાવટી જીરાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે,
તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી શ્રી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્ષ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું.
પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો ૬૪૩ લીટર જથ્થો, “મિક્ષ પાઉડર” નો ૨૫૮ કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો ૫,૨૯૮ કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો ૨૪,૭૧૮ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે. સ્થળ પરથી જીરું, ગોળની રસી, મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ ૪ નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.