Western Times News

Gujarati News

સિંગાપોરના ભારત સ્થિત હાઈકમિશનરે મુખ્યમંત્રીની મુલાકાત લીધી

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત સિંગાપોર રિપÂબ્લકના ભારતસ્થિત હાઈકમિશ્નર શ્રીયુત સિમોન વોંગએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સૌજન્ય મુલાકાત બેઠકની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સિંગાપોર ભારત માટે લાંબા સમયથી ટાઈમ ટેસ્ટેડ ભાગીદાર રહ્યું છે.

વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આ સંબંધો વધુ સુદ્રઢ બન્યા છે. એટલું જ નહીં, ભારત-સિંગાપોરના આ દ્વિપક્ષીય સંબંધસેતુ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સિંગાપોર સ્ટોક એક્સચેન્જની ઓફિસ તથા સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર સફળતાપૂર્વક કાર્યરત છે, તેની વિગતો આપી હતી. તેમણે ગુજરાતને ફિનટેક ઉપરાંત રિન્યુએબલ એનર્જી,

ધોલેરા ગ્રીન ફિલ્ડ ઈન્ડÂસ્ટ્રયલ રિજિયન, ગ્રીન હાઈડ્રોજન તથા ગ્રીન એમોનિયા સેક્ટરમાં પણ વૈશ્વિક હબ બનાવવાની નેમ બેઠકની વાતચીતમાં વ્યક્ત કરી હતી. સિંગાપોર રિપÂબ્લકના હાઈકમિશ્નર શ્રીયુત સિમોન વોંગએ ગુજરાત સાથેના સંબંધોમાં ફિનટેક સાથોસાથ ઈ-મોબિલિટી, ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન, લોજિÂસ્ટક્સ તથા ફૂડ પ્રોસેસિંગ જેવા સેક્ટર્સમાં રહેલી નિવેશ તકોનો લાભ લેવાની તત્પરતા દર્શાવી હતી.

તેમણે ગુજરાત સેમિ-કન્ડક્ટર પોલિસી તેમ જ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અંગે જાણવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો. આ સંદર્ભમાં મુખ્ય સચિવશ્રી રાજકુમારે ધોલેરા એસ.આઈ.આર. અને સાણંદમાં સેમિ-કન્ડક્ટર ઈન્ડસ્ટ્રી માટે એક સર્વગ્રાહી ઈકોસિસ્ટમ તૈયાર થઈ રહી હોવાની વિગતો આપી હતી.

સિંગાપોરના હાઈકમિશ્નર શ્રીયુત સિમોન વોંગ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતમાં કાર્યરત ઈનસ્પેસની મુલાકાતે તેઓ જવાના છે, તેની માહિતી આપી હતી. આ સેક્ટરમાં પણ ગુજરાતની ભૂમિકા વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.